રાજકોટ : 'એક જ વાર ચોરી કરવી પણ મોટી કરવી', પોલીસે પકડેલા 4 ચોરની ફિલ્મી કહાણી


Updated: September 22, 2020, 2:04 PM IST
રાજકોટ : 'એક જ વાર ચોરી કરવી પણ મોટી કરવી', પોલીસે પકડેલા 4 ચોરની ફિલ્મી કહાણી
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ આરોપીઓને ઝડપી પાડતા સામે આવી હતી ચોંકાવનારી હકિકતો

બે ચોરી કરનારી આ ગેંગ ફિલ્ડમાર્શલ નામના કારખાનામાં ચોરીને અંજામ આપે તે પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યા, ચોરી કરવાના કારણ પણ વિચિત્ર

  • Share this:
આમતો આજ સુધી અનેક ચોરો પોલીસે પકડ્યા છે અને તેની અલગ અલગ એમો (Modus operando)પણ જોવા મળી હતી પરંતુ રાજકોટ ક્રાઇમ (Rajkot Crime branch) બ્રાન્ચે એક અનોખી ચોર ટોળકી ઝડપી પાડી છે. આ ચોર ટોળકીના ચાર સભ્યોને પોલીસે (Rajkot Police) ઝડપી પાડ્યા છે અને તેની પ્રાથમિક પૂછપરછ માં ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે. ગઈકાલે આ ચોર ટોળકી 80 ફૂટ રોડ પર આવેલા ફિલ્ડમાર્શલ નામના કારખાનામાં ચોરીને અંજામ આપે તે પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યા છે. આ ચોરોએ જણાવ્યું હતું કે તેમનુું સૂત્ર હતું કે એક જ વાર ચોરી કરવી પણ મોટી કરવી

ક્યાં કરી હતી ચોરી

રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલા બે અલગ અલગ જગ્યાઓ પર ચોરીના બનાવ સામે આવ્યા હતા જેમાં સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા બેન્ક ઓફ ઇન્ડિયન એટીએમ ના બાથરૂમ ની બારી તોડી, સીસીટીવી ના વાયરો કાપી બેંકમાં રહેલી બે લોખંડ ની પેટી તેમજ અન્ય તિજોરીઓ તોડવાની કોશિષ કરી હતી પણ નાકામ રહ્યા હતા તો બીજી તરફ મવડી ચોકડી પાસે આવેલી મંન્નપૂરમ ફાઇનાન્સમાં વંડી ટપી દરવાજાના નાખુંચ તોડી પ્રવેશ કર્યો હતો જ્યા સાઇરન અને સીસીટીવી તોડી તિજોરી કરવાની કોશિષ કરી હતો જેમાં પણ તેવો નાકામ રહ્યા હતા.

ચોરો પાસેથી મળી આવેલ ચોરી કરવાના સાધનોનો મુદ્દામાલ


આ પણ વાંચો :  કેશોદ : 'છોકરાઓને શરદી થઈ ગઈ છે, છાતીએ ઘસવા લઈ જઈએ છીએ', મહિલાઓએ દારૂની લૂંટ ચલાવી

કોણ છે ચોર ગેંગના સભ્યો1 - રવિ ચૌહાણ કે જે કુરિયર માં નોકરી કરે છે.

2 - અનિલ તાવીયા

3 - વિશાલ ધલવાણિયા કેજે લેબર કોન્ટ્રાકટર છે.

4 - રાહુલ તાવીય કેજે ખેતીકામ અને ઇમિટેશન કામ કરે છે.શા માટે કરતા હતા ચોરી

ચોર ગેંગના તમામ સભ્યો એ નક્કી કર્યું હતું કે એક જ વખત ચોરી કરવી પણ મોટી ચોરી કરવી જેથી તેવોએ કોઈ બેન્ક કે મોટી પેઢી માં ચોરી કરવાનું નક્કી કર્યું હતું. જેથી બેન્ક ઓફ ઇન્ડિયા, મંન્નપૂરમ ફાઇનાન્સ કે જ્યા સોના પર લોન આપતા હોવાથી મોટી સંખ્યામાં રોકડ કે સોનુ મળી શકે.

 કઈ રીતે થઈ ગેંગની રચના

આ ગેંગના આરોપી રવિ ચૌહાણ એક થી દોઢ વર્ષ પહેલાં ચાપડી ઊંધિયું નો ધંધો કરતો હતો ત્યારે તેની સામેના ભાગે આવેલી મોમાઈ ટ્રાવેલ્સ ની બાજુમાં ચા ની દુકાન ધરાવતા અનિલ અને વિશાલ સાથે ઓળખાણ થઈ હતી જે બાદ આઠેક મહિના પહેલા રવિ, અનિલ ,શાહીલ, વિશાલ અને દિપક મળ્યા હતા તે દરમ્યાન પવનચક્કી ના વ્હીલ ચોરી કરી વેચવાનું નક્કી કર્યું હતું પણ રવીએ બધાને સલાહ આપી કે નાની ચોરી કરવાને બદલે મોટી ચોરી કરવી અને એક જ વખત કરવી એવી સલાહ આપી અને બધા સહમત થયા અને ગેંગની રચના થઈ.

આ પણ વાંચો :  જૂનાગઢ : 'આ ગાડી પ્રજાના પૈસે ફરે છે', કોણે લગાવ્યા આ સ્ટીકર, કેમ થયો વિવાદ, જાણવા જેવો કિસ્સો

ચોરી કરવાનું કારણ

- આરોપી રવિ ચૌહાણે શાદી ડોટ કોમ મારફતે મધ્યપ્રદેશ ની યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જેના માટે પૈસાની જરૂર હતી.

- આરોપી અનિલ તાવીયા એ દોઢ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જેથી તેને પણ પૈસાની જરૂર હતી.

- બાકીના આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હતા.
Published by: Jay Mishra
First published: September 22, 2020, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading