રાજકોટ : પોલીસકર્મીએ પાડોશી દંપતીની છરીના ઘા મારી કરી હતી હત્યા, કોર્ટે ફટકારી 25 વર્ષની સજા

રાજકોટ : પોલીસકર્મીએ પાડોશી દંપતીની છરીના ઘા મારી કરી હતી હત્યા, કોર્ટે ફટકારી 25 વર્ષની સજા
આરોપી પોલીસકર્મીને કોર્ટે 25 વર્ષની સજા ફટકારી

સેશન્સ જજ દ્વારા આરોપી પોલીસમેન લાલાને 'ડબલ મર્ડર'ના ગુનામાં દોષિત જાહેર કરી ૨૫ વર્ષની સજા ફટકારી હતી.

  • Share this:
રાજકોટના ૨૦૧૪ના ચકચારી ડબલ મર્ડર કેસનો આજે ચુકાદો આવ્યો છે. શહેરના બજરંગવાડી પુનીતનગરમાં રહેતા દંપતીની છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરવાના આરોપસર પકડાયેલ બી. ડીવીઝન પોલીસ મથકના પોલીસમેન કમલેશ ઉર્ફે લાલો રમેશભાઇ મહેતા સામેના કેસમાં આજે રાજકોટના અધિક સેશન્સ જજ દ્વારા આરોપીને 'ડબલ મર્ડર'ના ગુનામાં દોષિત જાહેર કરી ૨૫ વર્ષની સજા ફટકારી હતી.

આરોપી પોલીસમેન જેલ હવાલે હોવાથી તેને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જેલમાં સજાના હુકમની જાણ કરવામાં આવી હતી. બનાવ બાદ જયારે પોલીસ કમલેશને પકડી લાવી ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ભૂપતભાઇ તેરૈયા તેમના પાડોશમાં રહેતા હોય અને તેઓ તેમના ફળીયામાં ખુરશી નાખીને બેસતા હોય તે પોતાના તેમજ પોતાની માતાને પસંદ ન હોવાથી અવાર નવાર ઝઘડો થતો હતો.ગત તા.૭-૪-૧૪ના રોજ બંને પાડોશી પરિવાર વચ્ચે બોલાચાલીની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકેથી યુનિફોર્મમાં કમલેશ ઉર્ફે લાલો પુનિતનગરમાં દોડી આવ્યો હતો અને ભૂપતભાઇ તેરૈયા પર છરીથી હુમલો કરતા તેઓને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની ગુણવંતીબેનને પણ છરી ઝીંકી દીધી હતી.

ગંભીર રીતે ઘવાયેલા ભૂપતભાઇ અને તેમના પત્ની ગુણવંતીબેનનું મોત થતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. લોહીવાળી છરી સાથે ઘટના સ્થળે મૃતક ભૂપતભાઇ તેરૈયાનો પુત્ર સુધીર કયાં છે તેની પણ હત્યા કરવી છે. તેવું બોલતા પોલીસે સુધિર તેરૈયાની ગાંધીગ્રામ પોલીસ મથકે લાવી બેસાડી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસમેન કમલેશ ઉર્ફે લાલાએ કરેલી ડબલ હત્યાના કેસની અધિક સેશન્સ જજ ડી.ડી.ઠક્કરની કોર્ટમાં સુનાવણી પુરી થતા આજે ચુકાદો આપ્યો હતો.
Published by:News18 Gujarati
First published:June 05, 2020, 19:04 pm

ટૉપ ન્યૂઝ