રાજકોટ: મનપાની મહિલાઓને ભેટ, રક્ષાબંધનના દિવસે સીટીબસ અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી


Updated: August 2, 2020, 3:17 PM IST
રાજકોટ: મનપાની મહિલાઓને ભેટ, રક્ષાબંધનના દિવસે સીટીબસ અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના દિવસે એટલે કે સોમવારે શહેરમાં ચાલતી સિટીબસ અને બીઆરટીએસ બસમાં બહેનોને વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવશે

  • Share this:
રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન પર્વ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા રાજકોટની બહેનોને વિનામૂલ્યે મુસાફરી કરવાની અનોખી ભેટ અપાય છે. જે આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના દિવસે એટલે કે સોમવારે શહેરમાં ચાલતી સિટીબસ અને બીઆરટીએસ બસમાં બહેનોને વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવશે. સિટી બસના કોઈ પણ રૂટ પર અને ગમે તેટલી વખત મહિલાઓ વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

મહત્વનું છે કે, મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા રક્ષાબંધન પર શહેરની બહેનોને ખાસ ભેટ આપવામાં આવે છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ મહિલાઓને વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવશે, ત્યારે ખાસ કરીને માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરે તેવી પણ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોકરોડોની કિંમતનું જમીન કૌભાંડ ઝડપાયું, સરકારી માલિકીની જમીન બારોબાર વેચી દીધી, શોરૂમ બની ગયો

હાલ જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા લોકોને નિયમોનુસાર જ તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી છે અને લોકોએ ભેગા ન થવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રાખી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. જે રીતે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા લોકોએ મોટી સંખ્યામાં એકઠા ના થવું જોઈએ તેમજ માસ્ક પણ પહેરી રાખવું તે હિતાવહ બની ચૂક્યું છે.
આવા સમયે રક્ષાબંધનના તહેવાર પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. બસમાં પણ મુસાફરી સમયે માસ્ક પહેરી રાખવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યારના સમયે શહેરમાં 46 જેટલી સીટીબસ તેમજ 10 જેટલી બીઆરટીએસ એસી બસ જ કાર્યરત કરવામાં આવી છે.
Published by: kiran mehta
First published: August 2, 2020, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading