રાજકોટ : માનવતાની મહેક, તબીબે પોતે હાથ લારી ચલાવી વૃદ્ધાને પહોંચાડ્યા હોસ્પિટલ, Video

રાજકોટ : માનવતાની મહેક, તબીબે પોતે હાથ લારી ચલાવી વૃદ્ધાને પહોંચાડ્યા હોસ્પિટલ, Video
ગોંડલમાં ડોક્ટરની માનવતા

સોશિયલ મીડિયામાં એક વીડિયો ગોંડલ શહેરનો વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં એક ડોક્ટર લારી ચલાવીને વૃદ્ધાને હોસ્પિટલે ખસેડી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.

  • Share this:
રાજકોટ : માનવતા મરી પરવારી હોય તે પ્રકારના બે જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. એક કિસ્સામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને ભરતી કરાવવા માટે પૈસા પડાવવામાં આવતા હતા. જ્યારે કે બીજા કિસ્સામાં સમરસ copied હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહ પરથી ઓર્નામેન્ટ્સ, રોકડ સહિતની ચોરી કરવામાં આવતી હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ડોક્ટરે પોતે લારી ચલાવી પાડોશમાં રહેતા વૃદ્ધ અને હોસ્પિટલ સુધી પહોંચાડી હોવાના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ગોંડલ શહેરનો વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં એક ડોક્ટર લારી ચલાવીને વૃદ્ધાને હોસ્પિટલે ખસેડી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી ની ટીમે જાંચ પડતાલ કરતા સામે આવ્યું હતું કે, વિડીયોમાં જે તબીબ દેખાઈ રહ્યા છે તેમનું નામ છે હિતેશ કાલરીયા. જેઓ છેલ્લા બે વર્ષથી શ્યામ વાડી પાસે આવેલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.



આ પણ વાંચો - Corona રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણ લાગી જાય તો બીજો ડોઝ ક્યારે લેવાનો? આ રહ્યો જવાબ

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં હિતેશ કાલરીયા એ જણાવ્યું હતું કે, વિડીયોમાં જે વૃદ્ધા દેખાઈ રહ્યા છે તે વૃદ્ધા તેમના પાડોશમાં રહે છે. જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે તે શુક્રવારના રોજ નો હોવાનું જણાવ્યું હતું. શુક્રવારના રોજ તેમના બાજુમાં રહેલા પાડોશી વૃદ્ધાની તબિયત બગડતા સૌપ્રથમ તેમને રીક્ષા મારફતે હોસ્પિટલ ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ રિક્ષામાં બેસાડતી વખતે વૃદ્ધા પડી જતા તેમને લારીમાં સુવડાવીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી.



ડોક્ટર હિતેશ કાલરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, 108 ઇમરજન્સી સેવાની જો રાહ જોઈએ તો સંભવત મોડું થાય તે પ્રકારનું લાગી રહ્યું હતું. જેના કારણે બાજુમાં રહેલી નાળિયેર ની રેકડી માં વૃદ્ધાને સુવડાવી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય, પૂરતા દસ્તાવેજ ન હોય તેવા વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલવો

આમ, આપણે ત્યાં ડોક્ટર ને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ગોંડલ શહેરની ગોકુલ હોસ્પિટલ માં ફરજ બજાવનાર હિતેશ કાલરીયા એ સાચા અર્થમાં માનવતા મહેકાવી છે.
Published by:kiran mehta
First published:April 25, 2021, 17:57 pm

ટૉપ ન્યૂઝ