રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેક્શન માટે ફરીથી લાઈનો લાગી, ખાનગી હૉસ્પિટલોમાં ઑક્સીજનની પણ અછત

રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેક્શન માટે ફરીથી લાઈનો લાગી, ખાનગી હૉસ્પિટલોમાં ઑક્સીજનની પણ અછત
રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત.

અત્યારસુધી ઇન્જેક્શન અલગ અલગ મેડિકલ સ્ટોરમાં મળતા હતા પરંતુ હવે ચૌધરી હાઇસ્કૂલની બાજુમાં આવેલી કુંડલીયા કૉલેજમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટેનું એક ખાસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

  • Share this:
રાજકોટ: સરકારના સબ સલામતના દાવા વચ્ચે રાજકોટમાં ફરી એક વખત રેમડેસિવીર ઇન્જેક્શન (Ramdesivir injection)ની અછત ઊભી થઈ છે. અહીં ફરીથી ઇન્જેક્શન માટે લાઇનો લાગી છે. આ ઉપરાંત અનેક હૉસ્પોટલોમાં ઑક્સીજનનો (Oxygen shortage) જથ્થો ખૂટી જવા આવ્યો છે. આ માટે ખાનગી હૉસ્પિટલો (Private hospitals) તરફથી કલેક્ટરને પત્રો લખીને રજુઆત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે કલેકટર તંત્ર દ્વારા એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારસુધી ઇન્જેક્શન અલગ અલગ મેડિકલ સ્ટોરમાં મળતા હતા પરંતુ હવે ચૌધરી હાઇસ્કૂલ (Chaudhary high school- Rajkot)ની બાજુમાં આવેલી કુંડલીયા કૉલેજમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટેનું એક ખાસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઇન્જેક્શન માટે અલગ-અલગ ત્રણથી ચાર જેટલા હેલ્પલાઇન નંબર પણ બનાવવામાં આવ્યા છે. જોકે, કોઈ પણ દર્દી જે તે હૉસ્પિટલમાં એડમિટ હોય તેના ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન, દર્દીનો રિપોર્ટ સહીતના જરૂરી કાગળ કલેકટર તંત્ર દ્વારા જાહેર કરેલા WhatsApp નંબર પર મોકલવાના રહેશે અને સ્ક્રૂટીની થયા બાદ દર્દીના સગાને ઇન્જેક્શન આપવામાં આવે છે.આ પણ વાંચો: કોરોનાએ અઠવાડિયામાં આખો પરીવાર પીંખી નાખ્યો, પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાત

ગઈકાલ રાતથી ઇન્જેક્શન વિતરણ સેન્ટરના અલગ દૃશ્યો સામે આવ્યા છે. અહીં રેમડેસિવીર ઇન્જેક્શન ખૂટી પડ્યા છે. દર્દીના સગા રાત્રે ચાર વાગ્યાથી ઇન્જેક્શન મેળવવા માટે લાઇનમાં ઊભા છે. ફરજ પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ જણાવે છે કે તેમની પાસે ટોકન તો આવી ચૂક્યા છે પરંતુ ઇન્જેક્શન હજી સુધી મળ્યા નથી.

આ પણ વાંચો: મુંબઈનો 'ઑક્સીજન મેન': કોવિડ દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની કાર વેચી દીધી!

અત્યારે મજબૂરી એવી પણ છે કે ઘણા બધા દર્દીઓ ખુદ આ લાઇનમાં ઇન્જેક્શન મેળવવા આવી રહ્યા છે, કેમ કે તેમની આસપાસ કોઈ સગા સંબંધીઓ નહીં હોવાથી અને પોતાને પણ ઇન્જેક્શનની જરૂર હોવાથી તેઓએ લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ બદાની વચ્ચે માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવે.

આ પણ વાંચો: વાપી: લગ્નના બે દિવસ પહેલા જ નર્સ યુવતી કોરોના સામે જંગ હારી ગઈ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો


ઇન્જેક્શનની અછત વચ્ચે હવે ખાનગી હૉસ્પિટલમાં ઓક્સિજનની ઘટ વર્તાઇ રહી છે. કોરોનાની સારવાર કરતી હૉસ્પિટલોમાં હવે ઓક્સિજનનો મર્યાદિત જથ્થો જ બાકી રહ્યો છે. આ માટે હૉસ્પિટલોએ જિલ્લા કલેકટરને પત્ર લખી તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડવા રજૂઆત કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં ઑક્સીજન પૂરતા પ્રમાણમાં નહીં મળે તો કદાચ દર્દીઓની સારવાર કરવામાં તકલીફ પડી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:April 22, 2021, 11:26 am

ટૉપ ન્યૂઝ