રાજકોટઃ corona યુવકને જીવતેજીવ ભરખી ગયો! કોરોનાથી કંટાળીને સંક્રમિત યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

રાજકોટઃ corona યુવકને જીવતેજીવ ભરખી ગયો! કોરોનાથી કંટાળીને સંક્રમિત યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
પ્રતિકાત્મક તસવીર

મૃતક રાકેશના માનસિક બીમાર ભાઈને અને પોતાને દસેક દિવસ પૂર્વે કોરોના સંક્રમિત થતા બંને ભાઈઓને home quarantine કરવામાં આવ્યા હતા.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (rajkot city) વધુ એક કોરોના ગ્રસ્ત વ્યક્તિએ (corona patient suicide) આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. કોરોનાથી કંટાળી આત્મઘાતી પગલું ભરી લીધા શંકાએ પોલીસે (police) તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગાંધીગ્રામના ગૌતમ નગરમાં રહેતા રાકેશ ભીખુભાઈ ચૌહાણના 31 વર્ષીય યુવાને પોતાના ઘરે પંખાના હુંકમા સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતાં તેમને તાત્કાલિક અસરથી ઈમરજન્સી સેવા 108ને જાણ કરી હતી.



ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી 108નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ રાકેશને મૃત જાહેર કર્યો હતો. આપઘાતના બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ ટી. ડી. બુડાસણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. કોરોના ગ્રસ્ત યુવકે આપઘાત કર્યો હોય જેના કારણે પોલીસ પણ PPE કિટ પહેરીને પહોંચી જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક રાકેશના માનસિક બીમાર ભાઈને અને પોતાને દસેક દિવસ પૂર્વે કોરોના સંક્રમિત થતા બંને ભાઈઓને home quarantine કરવામાં આવ્યા હતા. તેમના માતા બંનેની સાર સંભાળ રાખતા હતા.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

આ પણ વાંચોઃ-બોયફ્રેન્ડને ફોન ઉપર સંભળાઈ પ્રેમિકાની ચીસો, બે દિવસ બાદ અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ

સંભવતઃ કોરોનાથી દસેક દિવસથી રાકેશ ઘરમાં રહ્યો હોવાથી કંટાળીને આ પ્રકારનું પગલું ભરી લીધા હોવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો તેમજ આપઘાત પાછળનું કારણ શું છે? તે જાણવા તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ રેસ્ટોરન્ટમાં કરતા હતા કોરોના દર્દીઓની સારવાર, દિવસનો રૂ.18,000 વસૂતા ચાર્જ, રાજાણી પિતા-પુત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

ઉલ્લેખનીય છે કે 20 એપ્રિલ ના રોજ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલી તિરૂપતિ સોસાયટી ના નીરૂબેન નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સોમવારના રોજ સમરસ હોસ્ટેલ માં દાખલ કરવામાં આવ્યા હતા.



પરંતુ મંગળવારના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેઓએ પાંચ માળની બાલ્કનીમાંથી કૂદી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જે બાબતે યુનિવર્સિટી પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Published by:ankit patel
First published:April 24, 2021, 19:57 pm

ટૉપ ન્યૂઝ