રાજકોટના કોરોના વોરિયર્સઃ 108ના E.M.E સહિત 3 પાયલોટ કોરોનાને મ્હાત આપ ફરી ફરજ પર

રાજકોટના કોરોના વોરિયર્સઃ 108ના E.M.E સહિત 3 પાયલોટ કોરોનાને મ્હાત આપ ફરી ફરજ પર
108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ

પરિવારમાં પત્ની અને એક વર્ષનો પુત્ર. તેનાથી સાવધાનીપૂર્વક દૂર રહી કોરોનાને માત આપી ફરીથી 108નું સ્ટિયરિંગ સંભળી લીધું છે.

  • Share this:
રાજકોટઃ હાલ રાજકોટ (Rajkot) જિલ્લામાં 25થી વધુ 108 દિવસ રાત દોડતી રહે છે. કોરોનાના દર્દીઓને (corona patient) હોસ્પિટલ (hospital) સુધી પહોંચાડવામાં. જેનો શ્રેય 108 એમ્બ્યુલન્સની સમગ્ર ટીમ અને પાયલોટને જાય છે. કોરોનાના દર્દીઓના વહન સાથે પાયલોટ (Pilot) પણ કોરોનગ્રસ્ત થાય છે. પણ હિંમત હારી પાછી પાની કરે તે બીજા. પરિવારની ચિંતા કર્યા વગર 108ના કર્મીઓ સેવા કરી રહ્યા છે. રાજકોટના 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટ સહીત ત્રણ પાયલોટ સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર હાજર થઈ ચુક્યા છે.

વિરલભાઈ જણાવે છે કે, મને ગત તા. 18 એપ્રિલના કોરોના થયો. હોમ આઇસોલેશનમાં સારવાર લીધી. આ દરમિયાન પણ જરૂરી સંકલન તો કરવાનું જ. અમારા ત્રણ પાયલોટ બીમાર પડતા તેમની તબિયત જલ્દી સુધારા પર આવી જાય તે માટે પણ અમે ખાસ કાળજી લીધી હોવનુ વિરલભાઈ જણાવે છે. 108ના એક પાયલોટ પ્રકાશભાઈ ડાંગરને ગત તા. 23ના કોરોના  થયો. પરિવારમાં પત્ની અને એક વર્ષનો પુત્ર. તેનાથી સાવધાનીપૂર્વક દૂર રહી કોરોનાને માત આપી ફરીથી 108નું સ્ટિયરિંગ સંભળી લીધું છે.એવા જ અન્ય કર્મી અમિતગીરી ગોસ્વામી પણ ગત તા. 21ના રોજ સંક્રમિત થતા ઘરે જ સારવાર કરાવી. તેમના પત્ની વંથલી સી.એચ.સી.માં નર્સિંગ તરીકે ફરજ બજાવે છે. ફરજ સાથોસાથ તેમના પતિ અને બાળકો સહીત ઘરપરિવારની જવાબદારી પણ સાંભળી તેમના પતિને મદદરૂપ બન્યા છે. જયારે અન્ય એક ડ્રાયવર ભાવેશભાઈ રાઠોડ ધોરાજીથી જૂનાગઢ દર્દીઓના ફેરા કરે. થોડા દિવસ પહેલા ફરજ બજાવતા બજાવતા તેઓ સંક્રમિત થયા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કોરોનાની દવા ગણાવી પુત્રી-પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પિતાએ પણ ઝેર પીધું, સુસાઈડ નોટમાં લખ્યું કરાણ

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક તસવીરો! રાજકોટ: ધોરાજીમાં મીની ટ્રેક્ટરમાં દર્દીને નાંખી લઈ જવાયો સારવાર માટે

સાજા થઈ ફરી કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર્થે સેવામાં જોડાઈ ચુક્યા છે.આ પાયલોટ માત્ર ગાડી જ ચલાવે તેટલું નહીં, જરૂરિયાતમંદ દર્દીઓને સ્ટ્રેચર, વહીલચેરમાં બેસાડી ગાડીમાં ચડાવવા ઉતારવાની ફરજ પણ અદા કરે. એપ્રિલ માસમાં એવરેજ દરેક પાયલોટે 200 જેટલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી સમયબધ્ધ પહોંચાડ્યા છે. સૌથી કપરો સમય ઓક્સિજન સાથે ગંભીર દર્દીઓને જ્યાં સુધી બેડ નો મળે ત્યાં સુધી માનસિક ધરપત આપવાનો હોવાનુ તેઓ જણાવે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ બિન ન ભરતા હોસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂક્યો, 'હલકી' હરકત CCTVમાં કેદ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

ક્યારેક અન્ય દર્દીઓને પરિવારજનોને પણ તેઓ મદદરૂપ બને. કોઈને ઓક્સિજન માસ્ક લગાડી દેવા, ખાનગી વાહનો કે જેમાં પેસન્ટ આવ્યા હોઈ તેમની ગાડી બગડી હોઈ તો તેમાં પણ હાથ અજમાવી જુએ.108ના પાઇલોટ આ સમય દરમિયાન ઘરનું કે સેવાભાવી સંસ્થા દ્વારા ફૂડ પેકેટ આપે તે જ જમી લેવાનું. 12 કલાકની ફરજમાં આળસ, કંટાળો કે થાક્યા વગર દર્દી સુખરૂપ દાખલ થઈ જાય તે જ ધ્યેય સાથે તેઓ તેમની ફરજ મોત સાથે રહીને નિભાવી રહ્યા છે.
Published by:ankit patel
First published:May 05, 2021, 23:24 pm

ટૉપ ન્યૂઝ