રાજકોટ : હવે શહેરમાં ક્યા વિસ્તારમાં Corona ફેલાયો તે જાણી નહીં શકાય, કારણ છે 'સરકારી'


Updated: July 27, 2020, 8:49 PM IST
રાજકોટ : હવે શહેરમાં ક્યા વિસ્તારમાં Corona ફેલાયો તે જાણી નહીં શકાય, કારણ છે 'સરકારી'
પ્રતિકાત્મક તસવીર

પાલિકાએ એક સરકારી નિર્ણય આગળ ધરીને શહેરમાં અન્ય લોકોને જોખમમાં તો નથી મૂક્યાને? કૉંગ્રેસ આ મુદ્દે લડી લેવાના મૂડમાં

  • Share this:
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોનાવાયરસ નો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પોઝિટિવ કોરોનાવાયરસ ના કેસ ની સંખ્યા 1000 ને આવવા જઈ રહી છે તો બીજી તરફ ગ્રામ્ય ની અંદર પણ કંઈક આ જ પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે.

ત્યારે રાજકોટ મહાનગર પાલિકા તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પંદર દિવસ પૂર્વે મોતના આંકડા અખબારી યાદી માંથી ગાયબ કરી દેવાનું શરૂ કર્યું હતું. જે બાબતે રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલ તેમજ રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ ને મીડિયા દ્વારા રજૂઆત કરવામાં આવતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોતના આંકડા અખબારી યાદીમાં વખત દર્શાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  રાજકોટ : આખો ટ્રક ભરેલો દારૂ કટિંગ થાય તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, લાખો રૂપિયાનો માલ ઝડપાયો

ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ એક નવો ચીલો પાડવામાં આવ્યો છે. આજથી રાજકોટ મહાનગરપાલિકાના પી.આર.ઓ વિભાગ તરફથી જાહેર કરવામાં આવતા કોરોનાવાયરસ ના પોઝિટિવ દર્દીઓના નામ, તેમની ઉંમર, તેમના સરનામા સહિતની વિગતો આપવાનું બંધ કરવામાં આવ્યું છે. આ મામલે મહાનગરપાલિકા દ્વારા સામાજિક કારણોસર આંકડાઓ બંધ કરવાનું જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા રોજ બરોજ કેટલા લોકો ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેમના નામ શું છે તેમની ઉંમર શું છે તેઓ કયા વિસ્તારમાં રહે છે તે તમામ વિગતો આપવામાં આવતી હતી જેના કારણે રાજકોટ શહેરમાં વસતા અન્ય નાગરિકો જે તે વિસ્તારમાં કરવાનું ટાળતા હતા પરંતુ આજે જ્યારે મનપા દ્વારા આ તમામ પ્રકારની વિગતો આપવાનું બંધ કર્યું છે ત્યારે લોકોમાં પણ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં Corona વધુ 258ને ચોંટ્યો,9 દર્દીનાં મોત, હવે રાંદેર-અઠવામાં ચિંતાવધી

તો બીજી તરફ આ સમગ્ર મામલે રાજકોટ મહાનગર પાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા એ ધરણા ની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સમગ્ર મામલે આવતીકાલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આવેદન આપી કોરોના દર્દીઓ ના નામ તેમજ તેમના સરનામા સહિતની વિગતો ફરી એક વખત શરૂ કરવાની માંગ કરવામાં આવશે.
Published by: Jay Mishra
First published: July 27, 2020, 8:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading