રસીના બે ડોઝથી થયો ફાયદો! પોલીસ અધિકારી સહિત 68 જવાન Corona પોઝિટિવ આવતા ખળભળાટ

રસીના બે ડોઝથી થયો ફાયદો! પોલીસ અધિકારી સહિત 68 જવાન Corona પોઝિટિવ આવતા ખળભળાટ
રાજકોટમાં પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

તમામ કોરોના વોરિયર્સ એટલે કે તમામ પોલીસ સ્ટાફે કોરોનાની રસી લીધી હોવાથી વધારે ગંભીર અસરો થઇ નથી

  • Share this:
રાજકોટ : કોરોનાનો કહેર વધુને વધુ વકરી રહ્યો છે, ત્યારે કોરોના વોરિયર્સ હવે દિવસેને દિવસે ફરી ઝપેટમાં આવી રહ્યા છે. રાજકોટના પોલીસ બેડામાં કોરોનાએ ફરી પગ પેસારો કર્યો છે. જોકે તમામ કોરોના વોરિયર્સ એટલે કે તમામ પોલીસ સ્ટાફે કોરોનાની રસી લીધી હોવાથી વધારે ગંભીર અસરો થઇ નથી અને રસી દ્વારા કોરોના સામે લડત આપવામાં સફળતા પણ મળી રહી છે. રાજકોટના ડી.સી.પી જોન ટુ મનોર સિંહ જાડેજાને કોરોનાના સામાન્ય લક્ષણો સામે આવ્યા છે.

આ ઉપરાંત અલગ અલગ પોલીસ મથકના પોલીસ જવાનો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જોકે કોઈ પણ પોલીસ જવાનને કોરોનાની ગંભીર અસર નહીં હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. કેમ કે, તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ કોરોના રસીના બે ડોઝ લઇ લીધા હોવાથી તેઓ કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે. ખાસ કરીને ડીસીપી ઉપરાંત પીઆઇ, પીએસઆઇ, આઈએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત જવાનો સંક્રમિત થયા છે.આ પણ વાંચોરાજકોટમાં કોરીનાની સ્થિતિ ગંભીર: હોસ્પિટલોમાં 1-2 કલાકનું વેઈટીંગ, દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લેવા મજબૂર

રાજકોટ શહેર પોલીસમાં DCP ઝોન 2 તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ 68 અધિકારી-કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત કલેક્ટરના PA જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થતાં કલેક્ટર કચેરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોરાજકોટ: 'ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના', Corona પણ પતિ-પત્નીને ન કરી શક્યો વિખુટા, સાથે મળ્યું મોત


પોઝિટિવ તમામ પોલીસ કર્મચારીઓએ વેક્સિન લીધી હોવાથી સામાન્ય લક્ષણો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વેક્સિનથી પોલીસ સુરક્ષિત છે. મહત્વનું છેકે જે રીતે કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ પણ ઝપેટમાં આવી રહ્યા છે. જોકે તમામ વોરિયર્સ હાલ સુરક્ષિત છે અને હોમ આઇસોલેટ થયા છે.
Published by:kiran mehta
First published:April 12, 2021, 21:33 pm