રાજકોટમાં શરમજનક ઘટના: Coronaથી વૃદ્ધાનું મોત થતા મૃતદેહ છોડી પરિવાર રફૂચક્કર, અંતિમવિધી અટકી

રાજકોટમાં શરમજનક ઘટના: Coronaથી વૃદ્ધાનું મોત થતા મૃતદેહ છોડી પરિવાર રફૂચક્કર, અંતિમવિધી અટકી
કોરોના દર્દીનો મૃતદેહ અંતિમવિધી માટે અટક્યો

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાના બદલે લાપતા થઈ જતા હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું હતું. ત્યારે હાલની ગંભીર સ્થિતિમાં મૃતક વૃદ્ધાના વાલી વારસને શોધવા માટે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દોડધામ શરૂ

  • Share this:
રાજકોટ : શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 52 દર્દીઓના મોત નીપજી ચૂક્યા છે. જ્યારે કે કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 25000 ને પાર પહોંચી ચૂક્યો છે. કોરોના મહામારીએ સંબંધોને શર્મસાર કર્યા હોય તે પ્રકારનો કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. કોરોના સંક્રમિત વૃદ્ધાનું મોત નિપજતા લાશ સ્વીકારવાને બદલે પરિવાર ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે કિસ્સામાં સિવિલ હોસ્પિટલમાં કોરોના ના કારણે મોતને ભેટેલા એક વૃદ્ધા મોનિકા બેન અમૃતલાલ ખખર ઉંમર વર્ષ 78 નો મૃતદેહ અંતિમવિધિ માટે લઈ જવાના બદલે પરિવાર લાપતા થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાના બદલે લાપતા થઈ જતા હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું હતું. ત્યારે હાલની ગંભીર સ્થિતિમાં મૃતક વૃદ્ધાના વાલી વારસને શોધવા માટે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના covid સેન્ટરમાં દાખલ થયેલા એક વૃદ્ધાનું રાત્રે મોત નીપજ્યું હતું. પરંતુ તેમના સગાસંબંધીઓનો સંપર્ક થઈ શકતો નથી. હોસ્પિટલ તંત્ર દ્વારા કેસ પેપરમાં લખાવેલા ફોન નંબર પર ફોન કરવામાં આવતા ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે.આ પણ વાંચો - રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન માટે બોલાવી 16 વર્ષના સગીરને રહેંસી નાખ્યો

કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નિપજતા તેના વાલીવારસોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ વાલી વારસ ન મળવાના કારણે વૃદ્ધાની અંતિમવિધી અટકી પડી છે. વૃદ્ધાના સગા સંબંધી જે કોઈ હોય તેને સિવિલ હોસ્પિટલ કોવીડ સેન્ટરમાં સુરત સંપર્ક કરવા આર.એમ.ઓ એમસી ચાવડાએ જણાવ્યું છે.

આ પણ વાંચો - વિચિત્ર હકિકત: આ છે કલિયુગની 'કુંભકર્ણ', 1 વખત ઊંઘી જાય તો 13 દિવસ સુધી નથી ખોલતી આંખો

કોરોના મહામારી ના સમયમાં આજે જ્યારે અજાણી વ્યક્તિઓ એકબીજાની મદદ કરી રહી છે. બીજી તરફ કોરોના મહામારી ના કારણે ડરી ગયેલા મૃતકના આત્મીયજન ના ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે. ત્યારે વૃદ્ધાની અંતિમવિધિ ક્યારે થશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:kiran mehta
First published:April 16, 2021, 18:30 pm

ટૉપ ન્યૂઝ