રાજકોટ : રોકાણકારો ચેતજો! શરાફી મંડળીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, દર કલાકે વધી રહી છે રકમ

રાજકોટ : રોકાણકારો ચેતજો! શરાફી મંડળીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, દર કલાકે વધી રહી છે રકમ
રાજકોટ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરુપકડ કરી છે.

શરાફી મંડળી ચલાવતા હોદ્દેદારોએ ડેઇલી બચત, મંથલી બચત તેમજ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાથી ખૂબ સારું વ્યાજ મળશે તેવી લાલચ માં રોકાણકારોને ફસાવ્યા

  • Share this:
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રામેશ્વર શરાફી મંડળીના ચેરમેન સંજય દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલભાઈ ભાયાણી તેમજ નેચર વિપુલ વસોયા વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 409, 420 તેમજ 120બી તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ એક્ટ ની કલમ ત્રણ-ચાર મુજબ છેતરપિંડી વિશ્વાસઘાત નો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ ભક્તિનગર પોલીસ દ્વારા  કલાકોમાં ત્રણ પૈકી બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

ત્યારે 31મી ડિસેમ્બરના રોજ ફરિયાદી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, શરાફી મંડળી ચલાવતા હોદ્દેદારોએ ડેઇલી બચત, મંથલી બચત તેમજ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાથી ખૂબ સારું વ્યાજ મળશે તેવી લાલચ માં રોકાણકારોને ફસાવ્યા હતા.17 રોકાણકારોના 3 કરોડ થી વધુ રૂપિયા ફસાયા

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, શરાફી મંડળી ચલાવતા વ્યક્તિઓએ મારા સિવાય અન્ય 16 જેટલા થાપણદારોના રૂપિયા પરત આપેલ નથી. આમ મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર એક બીજાથી મેળાપી પણું કરી ગુનાહિત કાવતરું રચી અમારા ફરિયાદીના 31,67,000 તેમજ અન્ય રોકાણકારો ના 2,80,22,900 મળી કુલ 3,11,89,000 ઓળવી ગયા છે. આ ઉપરાંત અમારા સિવાય 4200 જેટલા થાપણદારોની આશરે 60 કરોડ જેટલી રકમ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ઓળવી ગયેલા છે.

રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મા મામલે માહિતી આબી હતી


સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા હાલ ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે હાલ આ મામલાની તપાસ ભક્તિનગર પીઆઇ જે.ડી ઝાલા, પીએસઆઇ જે.બી પટેલ તેમજ નિલેશ મકવાણા સહિતના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા પણ એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે જે પ્રેસનોટ અંતર્ગત રામેશ્વર શરાફી મંડળીના સંચાલકો નો ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  સુરત : OYO રૂમમાં પ્રેમી સાથે ગયેલી યુવતીનું રહસ્યમય મોત, ન્યૂ યરની ઊજવણી કરી સૂતા પછી ઊઠી નહીં!

છેતરપિંડી નો આંક વધીને 8 કરોડ પર પહોચ્યો

ત્યારે સમગ્ર મામલે ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી પ્રવિણકુમાર મીણા એ જણાવ્યું હતું કે, હાલ છેતરપિંડીની ફરિયાદ પ્રથમ તબક્કે 3કરોડ 11 લાખ જેટલી નોંધાઈ હતી. પરંતુ પોલીસે અપીલ કરતા ધીમે ધીમે એક બાદ એક એમ કરતાં કુલ 100 થી વધુ રોકાણકારો એ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ ને આપી છે. હાલ છેતરપીંડીનો આંક આઠ કરોડથી પણ વધી ચૂક્યો છે. ત્યારે અમને પણ ખાતરી છે કે છેતરપિંડી ની રકમ આગામી દિવસોમાં વધી શકે છે.

ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓને રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે

ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ બે આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બન્ને આરોપીઓના રિમાન્ડની માગણી કરવામાં આવશે. ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે. તો સાથોસાથ ભક્તિનગર પોલીસ ની જુદી જુદી ટીમો બનાવી મુખ્ય આરોપી કે જે મંડળીનો ચેરમેન છે સંજય દુધાગરા તેની શોધખોળ હાલ શરૂ છે.

આ પણ વાંચો :  વીડિયો : ગોંડલ પાસે રૂ ભરેલા ટ્રકમાં કાર અથડાતા બૉમ્બ બ્લાસ્ટ જેવો ધડાકો થયો, ત્રણ મહિલા આગમાં ભડથું

ત્યારે હાલ ચોક્કસ પોલીસ એક બાદ એક અરજદારો ની ફરિયાદ નોંધી રહી છે. તો સાથે જ મુખ્ય આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. ત્યારે આગામી દિવસોમાં મુખ્ય આરોપી કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તેમજ સૌથી મહત્વની વાત કે રોકાણકારોને તેમના તમામ રૂપિયા પાછા મળે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Jay Mishra
First published:January 02, 2021, 15:51 pm

ટૉપ ન્યૂઝ