'રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ક્લાસ 1 ઓફિસરની 98  જ્યારે નર્સિંગ સ્ટાફની 52 જગ્યા ખાલી છે'


Updated: May 25, 2020, 1:56 PM IST
'રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ક્લાસ 1 ઓફિસરની 98  જ્યારે નર્સિંગ સ્ટાફની 52 જગ્યા ખાલી છે'
રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ દ્વારા સિવિલ સર્જન મનીષ મહેતા પાસે કેટલીક માહિતીઓની માંગણી કરવામાં આવી છે.

રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ દ્વારા સિવિલ સર્જન મનીષ મહેતા પાસે કેટલીક માહિતીઓની માંગણી કરવામાં આવી છે.

  • Share this:
રાજકોટ : શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ દ્વારા સિવિલ સર્જન મનીષ મહેતા પાસે કેટલીક માહિતીઓની માંગણી કરવામાં આવી છે. કોરોના વાયરસને લઈ અત્યાર સુધીમાં કેટલા ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. કેટલા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કેટલી PPE કીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સાથોસાથ હાલ સિવિલ હોસ્પિટલમાં ક્લાસમાં ઓફિસરની ઘટ અંગે તેમજ નર્સિંગ સ્ટાફની ઘટના અંગે પણ માહિતી માંગી હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મનીષ મહેતા દ્વારા કોંગ્રેસના આગેવાનોને માહિતી આપવામાં આવી હતી કે, હાલ સિવિલ હૉસ્પિટલમાં ક્લાસ 1 ઓફિસરની કુલ 248 પોસ્ટ છે. જે પૈકી 98 પોસ્ટ ખાલી પડેલી છે. તો નર્સિંગ સ્ટાફમાં 488 પૈકી 52 જગ્યાઓ ખાલી પડેલી છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર દ્વારા સિવિલ સર્જનને અત્યાર સુધીમાં કેટલા મંત્રીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સિવિલ સર્જન મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એક પણ નેતાઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત 18 માર્ચથી અત્યાર સુધીમાં નથી લીધી.

આ પણ વાંચો - સુરત: કાળઝાળ ગરમીથી બચવા તળાવમાં નાહવા ગયેલા બે સગા ભાઇઓના ડૂબવાથી મોત

ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, જે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ 'હું પણ કોરોના વોરિયર'ના પોસ્ટર લગાવે છે તે તમામને રાજકોટ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. ત્યારે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા સિવિલ સર્જન તેમજ તેમની ટીમને પુષ્પમાળા પહેરાવવી તેમને કોરોના વોરિયર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ જુઓ- 
First published: May 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading