Home /News /kutchh-saurastra /રાજકોટઃ ઉતરાણમાં ચાઇનીઝ તુક્કલ અને દોરીના વેચાણ પર પ્રતિબંધ

રાજકોટઃ ઉતરાણમાં ચાઇનીઝ તુક્કલ અને દોરીના વેચાણ પર પ્રતિબંધ

પ્રતિકાત્મક તસવીર

શહેરમાં 25મી ડિસેમ્બરથી 25મી જાન્યુઆરી એટલે કે એક મહિના સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

    હરિન માત્રાવાડિયા, રાજકોટ

    રાજકોટઃ મકર સંક્રાતિ તહેવારને લઈને રાજકોટના અધિક કલેક્ટર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે ચાઇનીઝ તુક્કલ, લોન્ચર, ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ લેન્ટર્નના ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

    અધિક કલેક્ટર પરિમલ પંડ્યા તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામાં પ્રમાણે શહેરમાં 25મી ડિસેમ્બરથી 25મી જાન્યુઆરી એટલે કે એક મહિના સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ સમયગાળ દરમિયાન ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરીના વેચાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

    જો કોઈ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન જાહેરનામાનો ભંગ કરતો માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નિયમભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દર વર્ષે ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ચાઇનીઝ દોરી પક્ષીઓ તેમજ મનુષ્યો માટે ખૂબ જ ખતરનાક હોવાથી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

    આ ઉપરાંત ચાઇનીઝ તુક્કલને કારણે મકર સંક્રાતિના દિવસોમાં આગના અનેક બનાવો બનતા હોય છે. આથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    રાજકોટમાં એસીબીની સફળ ટ્રેપ

    રાજકોટમાં એસીબી (એન્ટી કરપ્સન બ્યૂરો)એ સફળ ટ્રેપ ગોઠવી એક પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો છે. પકડાયેલો પોલીસ કોન્સ્ટેબલ આજીડેમ પોલીસ મથકમાં કામ કરે છે. મહેન્દ્ર પારખીયા રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી કોન્સ્ટેબલે જુગારમાં પકડાયેલા કેસમાં માર નહીં મારવા માટે લાંચ માંગી હતી. જુગારના કેસમાં પકડાયેલા આરોપીઓ પૈસા ન આપતા કોન્સ્ટેબલ તેને ધમકી આપતો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bird, Chinese Thread, Kite, Kite Festival, Makar sankranti, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन