Home /News /kutchh-saurastra /

રાજકોટ : સીએમ રૂપાણીએ કલા મહાકુંભ 2018નો કરાવ્યો પ્રારંભ

રાજકોટ : સીએમ રૂપાણીએ કલા મહાકુંભ 2018નો કરાવ્યો પ્રારંભ

વિજય રૂપાણી

કલા મહાકુંભ 14 થી 17 સપ્ટેમ્બર એટલે કે ત્રણ દિવસ ચાલશે. આ વર્ષે 4,39,227 સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં આ વખતે 3.12 કરોડ રૂપિયાનો ઈનામો આપવામાં આવશે

  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના હેમુ ગઢવી હોલમાં રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા આયોજીત કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ કલા મહાકુંભ 14 થી 17 સપ્ટેમ્બર એટલે કે ત્રણ દિવસ ચાલશે. આ વર્ષે 4,39,227 સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં આ વખતે 3.12 કરોડ રૂપિયાનો ઈનામો આપવામાં આવશે. ગત વર્ષે 2,02,923 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 2.86 કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા.

  કલા મહાકુંભમાં સુગમ સંગીત, શાસ્ત્રીય કંઠીય સંગીત, સમૂહ ગીત, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, લોકનૃત્ય, કૂચીપુડી, વાંસળી વાદન, પખાવજ, વાયોલિન વાદન, મૃદંગમ સારંગી ભવાઈ રાવણહથ્થો, એકપાત્રિય અભિનય અને જોડિયાપાવ સહિતની કૃતિઓમાં સ્પર્ધકો ભાગ લેશે.

  કેબિનેટ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Art Mahakumbh, Vijay Roopani

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन