Home /News /kutchh-saurastra /

રાજકોટમાં જાહેર અને ખાનગી ઇમારતોને સ્વચ્છતા રેન્કિંગ અપાશે

રાજકોટમાં જાહેર અને ખાનગી ઇમારતોને સ્વચ્છતા રેન્કિંગ અપાશે

સ્વચ્છ ભારત અભિયાન અંર્ગત યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આ રેન્કિંગ અપાશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ને ધ્યાનમાં રાખી આયોજન કરાયું

    ન્યૂઝ 18 ગુજરાતી : રાજકોટ શહેરના સ્કુલ સંચાલકો, હોટલ માલિકો, તમામ હોસ્પીટલો, તમામ પ્રમુખ રેસિડન્સ વેલફેર એસોસિએશન/મોહલા, પ્રમુખ માર્કેટ એસોસિએશનને આથી જાણ કરવામાં આવે છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ લીગ 2020 ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પીટલ, સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ રેસિડન્સ વેલફેર એસોસિએશન/મોહલા તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે.

    આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર જેમકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ મેન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર આપવામાં આવશે, આ સ્વચ્છતા રેન્કિંગના વિજેતાઓને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. વધુ માહિતી આપતા કમિશનરશ્રીએ કહેલું કે, આ સ્વચ્છતા રેન્કિંગ ભાગ લેવા માટેના ફોર્મ નીચેના સ્થળ પરથી મેળવી લેવાના રહશે.

    આ પણ વાંચો :  દીવનો દરિયો બન્યો તોફાની, દ.ગુજરાતમાં વરસાદી માહોલ

    રૂબરૂ ફોર્મ લેવા તથા જમા કરાવવા

    1 . પ્રોગ્રામ ઈમપ્લીમેનટેશન યુનિટ (આઈ.ઈ.સી- સેલ) પ્રથમ માળ રૂમ નં – 7, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા

    2 .ઓલ ઇન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવરર્મેન્ટ- રાજકોટ (સમય 11 થી બપોરે 3 સુધી) કોઠારિયા નાકા ચોક , કિશોર સિહજી સ્કુલ પાસે, રાજકોટ

    નિયમો:

    1. આ સ્વચ્છતા રેન્કિંગ ત્રી-માસીક (ક્વાર્ટરલી) કરવામાં આવશે

    2. આયોજકે www.swachhmanch.in પર પોતાનાની સંસ્થાના નામે ઇવેન્ટ બનાવવાની રહેશે તથા વધારેમાં વધારે લોકોને Volunteer કરવાના રહેશે.

    3. સ્વચ્છતા જાગૃતિ અંગેના બેનર તથા હોર્ડિંગ લાગવાના રહેશે તેમાં સ્વચ્છ સર્વેક્ષણ લીગ 2020 નો લોગો તથા મહાત્મા ગાંધી 150મી જન્મ જયંતિનો લોગો લગાવો ફરજીયાત છે. (લોગો તથા બેનરની ડિઝાઈન પ્રોગ્રામ ઈમપ્લીમેનટેશન યુનિટ (આઈ.ઈ.સી- સેલ) પ્રથમ માળ રૂમ નં –7, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન

    આ પણ વાંચો :  વાયુ વાવાઝોડાની અસર, 37 તાલુકાઓમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ

    4. આ સ્વચ્છતા રેન્કિંગ આખરી નિર્ણય મ્યુનિસીપલ કમિશનર અને નાયબ મ્યુનિસીપલ કમિશનર હસ્તગત SWM કમિટીનો રહેશે જે દરેક ભાગ લેનાર સંસ્થાએ બંધન કરતા રહેશે.

    5. ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ 18/06/2019 રહેશે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cleanliness, રાજકોટ

    આગામી સમાચાર