રાજકોટ : આ તો કેવી કરુણતા - સિવિલ હોસ્પિટલમાં રોજે-રોજ કરુણ દ્રશ્યો સામે આવી રહ્યા

રાજકોટ : આ તો કેવી કરુણતા - સિવિલ હોસ્પિટલમાં રોજે-રોજ કરુણ દ્રશ્યો સામે આવી રહ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો

મહિલાને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે અને પરિવારજનો ઓક્સિજનનો સિલિન્ડર સાથે રાખી ચાલીને દર્દીને કોવિડ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા

  • Share this:
રાજકોટ : કોઈ વાર ટેમ્પોમાં, કોઈ વાર બેડ સાથે, તો કોઈ વાર બાઇકને લાઈનમાં ઉભુ રાખવું અને હવે દર્દીને ઓક્સિજન સાથે જ ચાલતા ચાલતા હોસ્પિટલની અંદર લઈ જવું. આ બધા છે રાજકોટ સિવિલ હોસ્પિટલના કરૂણ દ્રશ્યો. રાજકોટની હાલત અત્યારે એવી થઈ ગઈ છે કે, ખાનગી હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં વારો આવતા બે થી ત્રણ કલાક નીકળી જાય છે.

લોકો મજબૂરીથી સિવિલ હોસ્પિટલમાં પોતાના વારો ક્યારે આવશે તેની રાહ જોવે છે અને આ રાહ જોતા જોતા ઘણા લોકોએ સિવિલ ગ્રાઉન્ડમાં જ દમ તોડી નાખ્યો હોય એવા દાખલા પણ સામે આવે છે. સિવિલમાં જ્યાં જુઓ ત્યારે કરુણ દૃશ્યો સર્જાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. પોતાના સ્વજનોને બચાવવા પરિવાર મથામણ કરતો જોવા મળે છે.આ પણ વાંચોરાજ્યમાં Covid-19 માટે નવી ગાઇડલાઇન: જુઓ શું કરવું અને શું ના કરવું? તજજ્ઞ ડોક્ટરોએ જણાવી તમામ હકિકત

સિવિલમાં આજે એક દર્દીને કોવિડ હોસ્પિટલમાં લઈ જવામા આવી રહ્યા હતા, જોકે તેમની પાસે કોઈ વાહન વ્યવસ્થા નહીં હોવાને કારણે મહિલા દર્દીને તેના પરિવરજનો કોવિડ હોસ્પિટલમાં ચાલીને લઈ જઈ રહ્યા હતા. સાથે જ મહિલાને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે અને પરિવારજનો ઓક્સિજનનો સિલિન્ડર સાથે રાખી ચાલીને દર્દીને કોવિડ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે.

પરિવારજનો માટે વાહનની સગવડતા નહીં હોવાથી તેઓ ચાલીને ઓક્સિજન સાથે દર્દીને હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યા છે. આ દ્રશ્ય ઉપરથી જ અનુમાન લગાવી શકાય છે કે રાજકોટની પરિસ્થિતિ કેટલીક ગંભીર હોઈ શકે.

આ પણ વાંચોવેક્સીન લીધા બાદ પણ શા માટે થાય છે Corona? ભારત બાયોટેકના ચેરમેને આપી જાણકારી

હાલ રાજકોટમાં ખાનગી હોસ્પિટલોમાં એક પણ બેઠક ખાલી નથી ત્યારે લોકો સિવિલ ઉપર આધાર રાખી રહ્યા છે અને અહીં પણ લોકો પોતાની પાસે જે પણ વાહન હોય તેમ આવી રહ્યા છે કેમકે બોલશો પણ મળતી નથી અને 108 માં પણ બેથી ત્રણ કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે જેને કારણે લોકોને હોસ્પિટલ સુધી પહોંચવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે.
Published by:kiran mehta
First published:April 22, 2021, 19:59 pm

ટૉપ ન્યૂઝ