રાજકોટ સિવિલની ઘોર બેદરકારી: અંતિમવિધિ થઈ ગઈ હતી તેના સગાને ફોન કરીને અંતિમવિધિ માટે આવવા કહ્યું!

રાજકોટ સિવિલની ઘોર બેદરકારી: અંતિમવિધિ થઈ ગઈ હતી તેના સગાને ફોન કરીને અંતિમવિધિ માટે આવવા કહ્યું!
રાજકોટ સિવિલની બેદરકારી.

રાજકોટ સિવિલ હૉસ્પિટલની બેદરકારીના બે બનાવ સામે આવ્યા, એક જીવિત માજીને મૃત જાહેર કરી દીધા હતા. બીજા કેસમાં એક દિવસ પહેલા અંતિમવિધિ થઈ ગઈ હતી તેમના સ્વજનને ફોન કરીને અંતિમવિધિ માટે આવવા કહ્યું.

  • Share this:
રાજકોટ: રાજકોટ સિવિલ (Rajkot civil hospital)ની બેદરકારીની ઘટના દરરોજ સામે આવી રહી છે. છેલ્લા બે દિવસથી સિવિલ હૉસ્પિટલ વિવાદમાં રહી છે. કોઈ વાર મૃતદેહ (dead body) બદલાઈ જાય છે તો કોઈવાર જીવિત દર્દીને મૃત જાહેર કરી દેવામાં આવે છે. હવે અંતિમવિધિ થઈ ગયાના બીજા દિવસે પરિવારને સિવિલમાંથી ફોન આવ્યો હતો કે તમારા દર્દીના અંતિમ સંસ્કાર માટે વારો આવી ગયો છે! કોરોનાના વધતા જતા કેસને પહોંચી વળવા માટે સિવિલ તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવા સમયે સિવિલની બેદરકારીનો વધુ બે કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને નિવૃત કર્મચારીનો ગત તારીખ બીજી એપ્રિલના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ તેઓ હોમ કોરોન્ટાઇન થયા હતા. બાદમાં ચોથી તારીખે ઑક્સિજન લેવલ ઘટી જતાં સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. તારીખ 8 એપ્રિલના તબિયત વધુ લથડતા સવારે 5.45 વાગ્યે તેઓનું મૃત્યુ થયું હતું.આ પણ વાંચો: બનાસકાંઠા: તસ્કરો બે હાથ જોડી મંદિરમાં પગે લાગ્યા અને મૂર્તિ ચોરીને ભાગ્યા, ઘટના CCTVમાં કેદ

દર્દીનાં મોત બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બાદમાં પરિવારજનોને અંતિમવિધિ માટે ફોન કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. આઠમી એપ્રિલ એટલે કે ગઇકાલે બપોરના 11 વાગ્યે અંતિમવિધિ માટે મૃતદેહ પરિવારને અંતિમ દર્શન કરાવી સોંપવામાં આવ્યો હતો. જે બાદ 80 ફૂટ રોડ પર આવેલા બાપુનગર સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલે આજે હૉસ્પિટલમાંથી ફરી એક વખત અંતિમવિધિ માટે ફોન આવતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે.રાજકોટ સિવિલે જીવિત દર્દીને મૃત જાહેર કર્યાં

બીજા એક બનાવમાં રાજકોટ સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ગઈકાલે પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષકે નિવેદનમાં જણાવ્યું છે કે, પીડીયુ હોસ્પિટલ રાજકોટ ખાતે કોવિડ-19 મહામારી અંતર્ગત દર્દીઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં ધસારો રહે છે. દર્દીઓની સારવારમાં તબીબો, ન‌ર્સિંગ સ્ટાફ અને વર્ગ-૩ તથા વર્ગ-૪ના કર્મચારીઓ દિવસ રાત એક કરી સતત કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો: અરવલ્લી: PSIએ દારૂ પીને મચાવી ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં

તારીખ 8 એપ્રિલ ના રોજ કોવિડ ૧૯ ના વોર્ડમાં બે દર્દીઓના નામ સરખા હોવાથી શરતચૂકથી જીવિત દર્દીનાં સ્વજનોને તેમના દર્દીનું મૃત્યુ થયું છે તેમ જણાવવામાં આવ્યું હતું. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ ક્ષતિ તુરત જ સુધારી લેવાઇ હતી અને તેમના સગાને જાણ કરવામાં આવી હતી કે તમારા દર્દી જીવિત છે.

આ પણ વાંચો: બીજાપુર અથડાણ: નક્સલીઓએ પાંચ દિવસ સુધી CRPF જવાબ સાથે શું કર્યું? સવાલ-જવાબમાં જાણો

શું છે બનાવ?

એવા સમાચારો વહેતા થયા હતાં કે રાજીબેન વરૂના સગાને બીજા વ્યક્તિનો મૃતદેહ વિધિ કરવામાં આપવામાં આવ્યો હતો. સિવિલ હૉસ્પિટલમાંથી દર્દીના સગાને કહેવામાં આવ્યું હતું કે, તમારા માજીનું નિધન થયું છે. આ સાથે ડેથ સર્ટિફિકેટ પણ પકડાવી દીધું હતું. જોકે, થોડીવારમાં સિવિલના સ્ટાફનો જ વીડિયો કોલ આવ્યો અને માજીના દીકરાએ વાત કરી તો માજી જીવતા નીકળ્યા હતા. માજીના દીકરાઓએ અને સગાઓએ એમ્બ્યુલન્સ અને સ્મશાનની તૈયારી પણ કરી લીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:April 09, 2021, 15:00 pm

ટૉપ ન્યૂઝ