રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં પૈસા લઈ બેડ વહેંચતી બેલડી વિરૂદ્ધ નોંધાયો વધુ એક ગુનો, પોલીસે મેળવ્યા cctv ફૂટેજ

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં પૈસા લઈ બેડ વહેંચતી બેલડી વિરૂદ્ધ નોંધાયો વધુ એક ગુનો, પોલીસે મેળવ્યા cctv ફૂટેજ
પકડાયેલા આરોપીઓની તસવીર

રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કુલ ખાતેનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો હતો

  • Share this:
રાજકોટ શહેરની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દર્દીના સગા પાસેથી રૂપિયા 9000 પડાવીને દર્દીને ભરતી કરી આપતા બંને યુવાનો વિરોધ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગત 21 એપ્રિલના રોજ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કુલ ખાતેનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો હતો.

વાયરલ થયેલા વિડિયો મામલે ગણતરીની જ કલાકમાં રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચ અને પ્રદ્યુમ્ન નગર પોલીસ દ્વારા જામનગરના હિતેશ મહિડા અને જગદીશ સોલંકી નામના યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં બંને યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.આ પણ વાંચો : રાજકોટ : એમ્બ્યુલન્સના વેઇટિંગ એરિયામાં જન્મદિવસની ઉજવણી, Video થયો Viral

પ્રાથમિક પૂછપરછમાં બંને યુવાનોએ માત્ર એક જ દર્દી ને પૈસા લઈ સિવિલ હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા હોવાનું કબૂલ્યું હતું. પરંતુ પ્રદ્યુમન નગર પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓએ બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવતા તેઓ પોપટની જેમ બોલવા લાગ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે 19 તારીખે ચોટીલાના જીજ્ઞાબેન મુકેશ ભાઈ મકવાણા નામના મહિલા દર્દીને પણ રૂપિયા 9 હજાર લઈ સિવિલ હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા હતા. સમગ્ર મામલે આરોપીઓ સાચું કહી રહ્યા છે કે કેમ, તે બાબત ની ખરાઇ કરવા પ્રદ્યુમન નગર પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે.આરોપીઓએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે, હોસ્પિટલની અંદર મહિલા દર્દીને પ્રાઇવેટ કારમાં લાવી વોર્ડ નંબર 11 માં PPE કીટ પહેરીને દાખલ કરાવી આપ્યા હતા. સમગ્ર મામલે 11 નંબર વોર્ડ ના ફરજ પર હાજર રહેલા તબીબોને મહિલા પેશન્ટ મારા સગા છે તેવું કહી તેમને દાખલ કરાવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસે દર્દીના સગા સંબંધીઓને પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે તમારા દર્દીને દાખલ કરાવવા માટે વેઇટિંગમાં ઉભા હતા. આ સમય દરમિયાન જગદીશ અને હિતેશ નામના વ્યક્તિએ વચ્ચેથી દાખલ કરાવવા બાબતે રૂપિયા 9 હજાર પડાવ્યા નું પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : સુરત : શિક્ષિકાએ તાપીમાં લગાવી મોતની છલાંગ, ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ

આમ, હાલ પ્રદ્યુમન નગર પોલીસ મથકના અધિકારીઓ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે લાલચુ બેલડી દ્વારા વધુ કોઈ દર્દીઓને પૈસા લઈને દાખલ કરાવવામાં આવ્યા છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Jay Mishra
First published:April 25, 2021, 07:04 am

ટૉપ ન્યૂઝ