રાજકોટ: હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો! લાલચુ યુવકનો વીડિયો વાયરલ

રાજકોટ: હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો! લાલચુ યુવકનો વીડિયો વાયરલ
યુવકનો વીડિયો વાયરલ થયો.

Rajkot covid hospital: વાયરલ વીડિયોમાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ થવા માટે રૂપિયા 9,000ની લાંચ માંગવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

  • Share this:
રાજકોટ: માત્ર એક સપ્તાહમાં બીજી વખત રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ (Rajkot civil hospital) વિવાદમાં આવી છે. એક તરફ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કૂલ (Chaudhary high school) મેદાનમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં વધુ એક કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં ત્રણ જેટલા વીડિયો વાયરલ થયા છે. જે વાયરલ વીડિયોમાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ થવા માટે રૂપિયા 9,000ની લાંચ માંગવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

એક તરફથી લોકો કલાકો સુધી વેઇટિંગમાં ઊભા રહી પોતાના સ્વજનોને સિવિલ હૉસ્પિટલમાં ભરતી કરવા માટે રાહ જોતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ કેટલાક પૈસા લાલચુ લોકો હાલ કોરોના મહામારીના કપરાકાળમાં પૈસા કમાઈ લેવાની લ્હાયમાં દર્દીના સગા પાસેથી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે.આ પણ વાંચો:  કોરોના રસી મૂકાવો અને બે કિલો ટામેટા મફત મેળવો! રસીકરણને પ્રોત્સાહન આપવા અનોખી યોજના

વીડિયોમાં પૈસા માંગનાર યુવક કહી રહ્યો છે કે, "ચૌધરી ગ્રાઉન્ડમાં આવીને કૉલ કરજો. અડધી કલાકમાં દર્દીને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાવી આપીશ." બીજા એક વીડિયોમાં એ જ યુવાન દર્દીના સગા સંબંધીઓ પાસેથી ATM સેન્ટરની અંદર રોકડ રૂપિયા લેતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્રીજા વીડિયોમાં એ જ યુવાન પોતાના GJ-10-DG-5394 નંબરના ટુ-વ્હીલર પર બેઠો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ: દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના માતાપિતાને ભરખી ગયો

આ મામલે રાજકોટ સિવિલ હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "મીડિયાના માધ્યમથી અમને આવો વીડિયો વાયરલ થયાની જાણ થઈ છે. આ કામમાં જે પણ લોકો સંડોવાયેલા હશે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોમાં જોવા મળતો યુવક સિવિલનો કર્મચારી નથી."

આ પણ વાંચો: રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીમાં પાણી ભરીને 28,000 રૂપિયામાં વેચનારા બે ઝડપાયા

વાયરલ થયેલા વીડિયો મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ પ્રદ્યુમનનગર પોલીસ મથકના અધિકારીઓ દ્વારા વીડિયોમાં દેખાઇ રહેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે લાંચિયા યુવક સહિત અન્ય કોણ કોણ લોકો આ કૌભાંડમાં શામેલ છે. અહીં એ પણ જાણવું મહત્ત્વનું બની રહે છે કે સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ પણ આની અંદર શામેલ છે કે નહીં? ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયો મામલે કોઈ પુષ્ટિ કરતું નથી.
Published by:Vinod Zankhaliya
First published:April 21, 2021, 12:30 pm

ટૉપ ન્યૂઝ