Home /News /kutchh-saurastra /

સ્વચ્છ ભારત: રાજકોટનાં 18 જાહેર શૌચાલયો બનશે ટનાટન, આવી હશે સુવિધાઓ

સ્વચ્છ ભારત: રાજકોટનાં 18 જાહેર શૌચાલયો બનશે ટનાટન, આવી હશે સુવિધાઓ

પ્રતિકાત્મક તસવીર

આ ટોયલેટમાં ફર્શ અને દિવાલો એકદમ ચોખ્ખા ચણાંક હશે. ટોઇલેટ સંકુલમાં ફૂલછોડનો વ્યવસ્થિત ઉછેર અને તેની જાળવણી હશે. એર ફ્રેશનરનો ઉપયોગ, અને હાથ ધોવા માટે લીક્વીડ ડીસ્પેન્સર અને હાથ સુકવવા માટે હેન્ડ ડ્રાયર પણ હશે.

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા " સ્વચ્છ ભારત મિશન " હેઠળ શહેરના પસંદગીનાં ૧૮ જાહેર ટોઇલેટને મોડર્ન બનાવવાનો નિર્ણય કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ ૧૮ મોડર્ન ટોઇલેટની મુલાકાત લઇ ત્યાં લોકોને અપાતી સેવાઓ-સુવિધાઓની સમીક્ષા પણ કરી હતી.

    બંછાનિધિ પાનીએ આ મુલાકાત અંગે વાત કરતા કહ્યું હતું કે, સ્વાભાવિકરીતે જાહેર ટોઇલેટ જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની બાબતમાં નાગરિકોને જાગૃત થવાનો સંદેશ આપનાર સ્થળ બની રહે તે ઇચ્છનીય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પબ્લિક ટોઇલેટ બનાવવામાં આવેલા છે અને તે પૈકી ૧૮ પબ્લિક ટોઇલેટને મોડર્ન સ્વરૂપ આપવામાં આવેલું છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ૧૮ પબ્લિક ટોઇલેટને મોડર્ન બનાવવાનું નક્કી કરવામાં આવેલું તેમાં ફર્શ અને દિવાલો એકદમ ચોખ્ખા ચણાંક રાખવા ઉપરાંત ટોઇલેટ સંકુલમાં ફૂલછોડનો વ્યવસ્થિત ઉછેર અને તેની જાળવણી, એર ફ્રેશનરનો ઉપયોગ, અને હાથ ધોવા માટે લીક્વીડ ડીસ્પેન્સર અને હાથ સુકવવા માટે હેન્ડ ડ્રાયર અને પેપર નેપકીનની સુવિધા, નહાવાની સુવિધા, બાળકો માટે ઓછી ઊંચાઈના ટોઇલેટ અને વોશ બેશીન, વિમેન્સ ટોઇલેટ કેમ્પસમાં સેનેટરી નેપકીન વેન્ડિંગ મશિન અને તેના યોગ્ય નિકાલ માટે પણ સુવિધા, ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે તેવી જળસંચય ફેસિલિટી, નવી રેવન્યુ ઉભી કરવા માટે યોગ્ય સ્પેસનો ઉપયોગ, તેમજ જે તે પબ્લિક ટોઇલેટ પોતાના કેમ્પસમાંથી જ નવી રેવન્યુ ઉભી કરી પોતાનું સંચાલન અને જાળવણી કરી શકે તે રીતે તેને સેલ્ફ સસ્ટેઈન્ડ બનાવવા પ્રયાસ કરવામાં આવેલો છે.”

    આ દેશમાં લગ્ન બાદ વર-વધુના 3 દિવસ સુધી ટોયલેટ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણી થશે આશ્ચર્ય

    આ ઉપરાંત પાણી બચાવવા તેમજ વોટર રિયુઝ ટેકનોલોજીનો ઉપયોગ જેવી વધારાની સુવિધાઓ પણ આપવા અંગે તંત્ર આગળ ધપી રહયું છે.

    બંછાનિધિ પાનીએ ૧૮ મોડર્ન ટોઇલેટની મુલાકાત લીધી તેમાં રેસકોર્સ રિંગ રોડ પર ઇન્કમ ટેક્સ ઓફિસ સામે તેમજ ગેલેક્સી સિનેમા સામે આવેલ પબ્લિક ટોઇલેટ ઉપરાંત ફ્ન વર્લ્ડ પાસે રેસકોર્સ મેદાનની અન્ડર આવેલ પબ્લિક ટોઇલેટ તેમજ જ્યુબિલી ગાર્ડન સામેલ શાસ્ત્રી મેદાન પાસે, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવેલ ટોઇલેટ તેમજ ૮૦ ફૂટ રોડ પર સોરઠીયાવાડી સર્કલ, કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે તથા પ્રેમ મંદિર પાસે, નાનામવા રોડ પર લક્ષ્મીનગર હોકર્સ ઝોન પાસે, મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મંદિર નજીક, કુવાડવા રોડ પર ગ્રીન લેન્ડ ચોક, આશ્રમ રોડ પર ડ્રેનેજ ઓફિસ પાસે, કુવાડવા રોડ પર વોર્ડ ઓફિસ પાસે, રેલ્વે સ્ટેશન રોડ, યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ખાતે અને રેસકોર્સની અંદર આર્ટ ગેલેરી પાસે આવેલા પબ્લિક ટોઇલેટનો સમાવેશ થાય છે.

    ટોયલેટ સાફ કરી પરિવાર ચલાવતો હતો આ ક્રિકેટર, સચિનની કેપ્ટનશિપમાં રમવાની મળી હતી તક!
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Civic body, Clean India, Modern facilities, Toilets, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन