રાજકોટ: બાંધકામનો કચરો ગમે ત્યાં નાંખશો તો ખેર નથી: થશે આટલો દંડ..

રાજકોટ શહેરમાં રોજ કુલ ૫૭૭ ટન કચરામાં બાંધકામ વેસ્ટનું પ્રમાણ સરેરાશ ૪૦ ટન જેવું રહેતું હોય છે. અન્ય કચરાની સાથોસાથ બાંધકામ વેસ્ટનો પણ યોગ્ય ઢબે નિકાલ થવો જોઈએ પરંતુ કેટલાક લોકો તેને અનુસરતા નહી

News18 Gujarati
Updated: December 13, 2018, 4:33 PM IST
રાજકોટ: બાંધકામનો કચરો ગમે ત્યાં નાંખશો તો ખેર નથી: થશે આટલો દંડ..
ફાઇલ ફોટો
News18 Gujarati
Updated: December 13, 2018, 4:33 PM IST
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા " સ્વચ્છ ભારત મિશન " હેઠળ જનજાગૃતિ અભિયાનની સાથોસાથ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં જ્યાં ત્યાં બાંધકામ વેસ્ટ (કાટમાળ) ફેંકનારા લોકો સામે કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલા બે સ્થળો સિવાય અન્યત્ર બાંધકામ વેસ્ટ ફેંકનારા લોકોને રૂ.૫૦,૦૦૦ થી માંડીને રૂ.૧,૦૦,૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે અને બાંધકામ વેસ્ટ માટે વપરાયેલું વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.

બંછાનિધિ પાનીએ આ અંગે વધુ વાત કરતા કહ્યું હતું કે, બાંધકામ વેસ્ટ જ્યાં ત્યાં ફેંકવામાં આવ્યા બાદ અન્ય લોકો પણ ત્યાં બીજો કચરો ફેંકવા લાગે છે અને તેના કારણે એ સ્થળ ન્યુસન્સ પોઈન્ટ બની જાય છે. આ સ્થિતિ પર અંકુશ મુકવા બાંધકામ વેસ્ટનો યોગ્ય સ્થળે નિકાલ થાય તે ખુબ જ જરૂરી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયાધાર પાસે અને કોઠારિયા સોલવન્ટ પાસે જગ્યા નક્કી કરવામાં આવેલી છે. બિલ્ડરો, ડેવલપરો અને અન્ય નાગરિકો તેમના બાંધકામ વેસ્ટનો આ સ્થળોએ જ નિકાલ કરે તેવી વિનંતીસહ જાહેર અપીલ કરવામાં આવે છે.”

વિશેષમાં તેમણે કહ્યું કે, રાજકોટ શહેરમાં રોજ કુલ ૫૭૭ ટન કચરામાં બાંધકામ વેસ્ટનું પ્રમાણ સરેરાશ ૪૦ ટન જેવું રહેતું હોય છે. અન્ય કચરાની સાથોસાથ બાંધકામ વેસ્ટનો પણ યોગ્ય ઢબે નિકાલ થવો જોઈએ પરંતુ કેટલાક લોકો તેને અનુસરતા નહી હોવાને કારણે શહેરમાં ક્યાંક ક્યાંક બાંધકામ વેસ્ટનું ન્યુસન્સ જોવા મળતું રહે છે. આ સ્થિતિ બદલવા માટે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.”

બાંધકામ વેસ્ટનો નિકાલ કરનારી એજન્સીઓએ હવે મહાનગરપાલિકાની ટી.પી. શાખામાં ફરજીયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બિલ્ડરો અને ડેવલપરોએ પણ બાંધકામ વેસ્ટના નિકાલ માટે આ રજીસ્ટર્ડ એજન્સીના આવશ્યક ડોક્યુમેન્ટ મહાનગરપાલિકામાં રજુ કરવાના રહેશે, અન્યથા તેમના પ્લાનની મંજુરી અટકાવી દેવામાં આવશે.

 
First published: December 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...