રાજકોટ: અર્બન ફોરેસ્ટ ઊભું કરવા 2 લાખ વૃક્ષો વવાશે; રૂપાણી હાજરી આપશે

News18 Gujarati
Updated: July 29, 2019, 3:56 PM IST
રાજકોટ: અર્બન ફોરેસ્ટ ઊભું કરવા 2 લાખ વૃક્ષો વવાશે; રૂપાણી હાજરી આપશે
વિજય રૂપાણી

કુલ ૨ લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો લક્ષ્ય છે તેમાં શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારોના સહકારથી ૧.૭૭ લાખ વ્રુક્ષો વવાઈ ચુક્યા છે

  • Share this:
તારીખ ૨ ઓગસ્ટના રોજ સવારે ૭.૩૦ કલાકે રાજકોટના આજી ડેમ ખાતે કિશાન ગૌશાળાની બાજુમાં આશરે ૪૭ એકર જેટલી વિશાળ જમીનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે વ્રુક્ષારોપણ સાથે "અર્બન ફોરેસ્ટ"ના આયોજનના અમલીકરણનો પ્રારંભ કરવામાં આવનાર છે.

શહેરમાં કુલ ૨ લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો લક્ષ્ય છે તેમાં શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારોના સહકારથી ૧.૭૭ લાખ વ્રુક્ષો વવાઈ ચુક્યા છે અને ૨ ઓગસ્ટે ૨ લાખ વ્રુક્ષોનો લક્ષ્યાંક પરિપૂર્ણ થશે.

આ અવસરે સૌ ગ્રીન પ્લેજ અર્થાત શહેરમાં હરિયાળી સર્જવાના શપથ પણ લેશે. ૪૭ એકરમાં કુલ ૧૮ બ્લોક રચવામાં આવશે અને વિવિધ સંસ્થાઓને તે ફાળવી તેમાં ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ થશે.આ અર્બન ફોરેસ્ટનું નામકરણ પણ કરવામાં આવનાર છે. દરમ્યાન આ જ દિવસે સવારે ૯.૪૫ કલાકે અર્બન ફોરેસ્ટના કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ બાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાનમાં “સેવા સેતુ” કાર્યક્રમનું પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવનાર છે. ૨ ઓગસ્ટે વિજય રૂપાણીનો જન્મ દિવસ પણ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકો માટે પાયાની સુવિધાઓ ઉપરાંત હરવા ફરવાના પ્રાક્રુતિક માધ્યમો શહેરીજનોને પોતપોતાના વિસ્તારોમાં મળી રહે તે માટે જગ્યાઓની ઉપલબધ્ધી મુજબથી નાના મોટા બગીચાઓ, વયશ્ક લોકોને ગોષ્ઠી માટેના “સિનિયર સિટીઝનપાર્ક” “ઓપન એર-જીમ” વોકિંગ ટ્રેક, બાળકોના બાલક્રિક્રિંડાંગણ વિગેરે બનાવી નિયમિત જાળવણી નિભાવણી કરી નગરજનો તેમજ સહેલાણેઓને સુવિધાઓ આપવા તત્પર રહે છે. સાથો સાથ શહેરી રોડ સાઇડ તેમજ રૉડ મધ્યવર્તિ લાઇનમાં પ્લાન્ટેશન કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેશનલ હાઇ -વે 8-B ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, , કિશાન ગૌ-શાળા સામે આવેલ “ગ્રિન બેલ્ટ” હેતુની અંદાજ ૪૭ એકર પૈકીની ખુલ્લી જમીનમાં કુદરતી ભાગોને વિચલિત કર્યા વિના સ્થાનિકેની ભૌગોલિક સ્થિતી તેમજ પિયત વિગેરેની અનુકુલનતા ધરાવતા અંદાજ જુદી જુદી ૧૮થી ૨૨ જાતના અંદાજ ૨૨૯૯૫ ની સંખ્યામાં સ્થાનિકે વિકાસ પામતા અને ઓછા નિભાવ ખર્ચ વાળા બહુવર્ષાયુ પ્લાન્ટ્સ તેમજ એક “આર્યુવૈદિક ઉધ્યાન” બનવવામાં આવી રહ્યો છે. “સ્થળ અને જળના સંગમ” અને હરવા ફરવાના સ્થળ અને રાજકોટ ની જીવાદોરી સમાન આજી ડેમ વિસ્તાર પ્રાક્રુતિક ખોળે માં આવતા “યાયાવર” પક્ષીઓને રેસ્ટીંગ-બ્રિડીગ સ્થળ અને ફુડ મળી રહે તે પ્રકારના વૃક્ષોનુ વાવેતર કરવામાં આવશે અને તેમા ઉમેરો થાય અને રાજકોટની ગણના અભ્યાસ ક્ષેત્રે વિશેષથી થાય તેવા પ્રાયસ કરવામાં આવશે.આ વિસ્તારની ટોપોગ્રાફી ધ્યાને રાખી આ જગ્યામાં આંતરિક રસ્તાઓ વિગેરે બનાવી નજીકના ભવિષ્યમાં આતરિક ભાગોમા હરવા ફરવા માટેનું માધ્યમ બની રહેશે તેમજ આ જ્ગયામાં જગ્યાઓને અનુરૂપ નાના મોટા ૭ સ્થળોને “જળ સંચય”ની કામગીરીઓમાં અમલવારી કરાઇ છે. તેમજ આ વિસ્તારમાં હરવા ફરવા આવનારા સહેલાણી માટે બેઠક વ્યવસ્થાના રૂપમા “ગજીબો” તેમજ વિહંગાવલોકન માટે બે “વોચ ટાવર” બનવા જઇ રહ્યા છે.

“સેવા સેતુ” કાર્યક્રમમાં સરકારની વિવિધ કુલ ૪૬ સેવાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
First published: July 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading