રાજકોટ: વાવાઝોડા સમયે મુશ્કેલી પડે તો આ નંબર પર સંપર્ક કરો

News18 Gujarati
Updated: June 11, 2019, 5:08 PM IST
રાજકોટ: વાવાઝોડા સમયે મુશ્કેલી પડે તો આ નંબર પર સંપર્ક કરો
સેટેલાઇટ તસવીર

જ્યુબિલી ગાર્ડન ખાતે ( ફોન નં. ૨૨૨૫૭૦૭ ) અને બીજો કંટ્રોલ રૂમ ફાયર & ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે.

  • Share this:
રાજકોટ: અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર ભણી આવી રહેલા "વાયુ" નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે આવશ્યક પગલાંઓ લેવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને "એલર્ટ" કરી કમિશનર બંછાનિધિ પાનીએ સંબંધિત શાખાઓએ હાથ ધરવાની થતી આગોતરી તૈયારી શરૂ કરાવી દીધી છે.

આજથી રાજકોટ મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત્ત કરી દીધા છે જેથી કરીને કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે. મ્યુનિ. કમિશનરે જ્યુબિલી ગાર્ડન ખાતે ( ફોન નં. ૦૨૮૧-૨૨૨૫૭૦૭, અને ૦૨૮૧-૨૨૨૮૭૪૧) અને ફાયર & ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૦૨૮૧-૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ કાર્યરત્ત કરી દીધા છે અને ત્યાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા તાકિદ કરી છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સંભવિત અસરો તા.૧૨થી૧૪ દરમ્યાન તેજ રફતાર સાથે પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને ખાસ કરીને તા. ૧૩મીએ વાવાઝોડાની અસર સૌથી તીવ્ર હોવાનું હવામાન ખાતું જણાવે છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક હોર્ડીંગ્ઝ, વ્રુક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાંઓ લેવાનું શરૂ કરી દેવાયું છે.

અત્યાર સુધીમાં ૨૨ હોર્ડીંગ્ઝ ઉતારી લેવાયા છે અને અન્ય જે કોઈ હોર્ડિંગ જરા પણ અસલામત જણાય તેને તાત્કાલિક ઉતારી લેવામાં આવી રહયા છે. તમામ સિનિયર અધિકારીઓને આજથી ફિલ્ડ વર્કમાં ઉતારી દેવામાં આવેલ છે. શહેરમાં અત્યારે જ્યાં ક્યાંય પણ ખાડાઓ જોવા મળે તે આજથી જ યુધ્ધના ધોરણે બુરી દેવા સિટી ઈજનેરોને સૂચના આપી દેવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, તા.૧૩-મે નાં રોજ વાવાઝોડાની સૌથી વધુ અસર રહેવાની સંભાવના હોઈ આ દિવસે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. આ ઉપરાંત વ્રુક્ષોને કારણે કોઈ અકસ્માત નાં થાય તેવા આશયથી શહેરના તમામ બગીચાઓ પણ બંધ રાખવામાં આવશે. શહેરમાં જે શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાં છાપરા બનાવેલા હોય તેને આજથી જ "સીલ" કરી દેવા સૂચના આપવામાં આવી છે.

સાથોસાથ આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ માટે ક્લીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી અનુસંધાને તા.૧૧થી૧૫ દરમ્યાન ટેસ્ટ લેવાનું આયોજન હતું, જેમાં આજની તા.૧૧-મે નાં દિવસના જે કોલ લેટર મોકલાયા હતાં, તે ઉમેદવારોની ટેસ્ટ લેવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવેલ છે પરંતુ, તા. ૧૨ થી ૧૫ – મે નાં દિવસોએ જે ટેસ્ટ લેવાની હતી તે વાવાઝોડાની પરિસ્થિતિને કારણે હાલતુર્ત મોકૂફ રાખવામાં આવેલી છે અને ટેસ્ટ માટેની નવી તારીખો હવે નક્કી થયે તેની જાહેરાત કરવામાં આવશે.મહાનગરપાલિકા વાવાઝોડા અનુસંધાને પી.જી.વી.સી.એલ., તથા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ અન્ય આનુસંગિક એજન્સીઓ સાથે મળીને આ કુદરતિ આપતીનો સામનો કરવા જરૂરી સંકલન કરવા સૂચના આપી હતી.

મહાનગરપાલિકા દ્વારા લોકોની સુગમતા માટે એક કંટ્રોલ રૂમ જ્યુબિલી ગાર્ડન ખાતે ( ફોન નં. ૨૨૨૫૭૦૭ ) અને બીજો કંટ્રોલ રૂમ ફાયર & ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે.

વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવા અધિકારીઓને અત્યારથી જ સાબદા કરી દીધા હતાં.
First published: June 11, 2019, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading