Home /News /kutchh-saurastra /

રાજકોટ: ડાયરેક્ટ પમ્પીંગ કરતા- પાણી બગાડ કરનારા અનેત દંડાયા

રાજકોટ: ડાયરેક્ટ પમ્પીંગ કરતા- પાણી બગાડ કરનારા અનેત દંડાયા

ભૂતિયા નળ કનેક્શનની તપાસ કરતી ટીમ

રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગનાં ૬૪ કિસ્સા અને ૨૩ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં.

    રાજકોટ: રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે.

    જેમાં ગુરુવારે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૦૭ની ટીમ દ્વારા શહેરમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૦૭ આસામીઓ પાસેથી બબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.૧૪,૦૦૦નો દંડ તથા પાણીનો બગાડ કરતા ૦૧ આસામી પાસેથી રૂ. ૨૫૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

    જે લોકો સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં પાણીનો બગાડ કરનાર (૧) મધુ પ્રિન્ટીંગ-સુરેશભાઈ તથા ડાયરેક્ટ પમ્પિંગના કેસમાં (૧) શૈલેશભાઈ ગૌસ્વામી, વિજયપ્લોટ શેરી-૧૨ (૨) નટવરસિંહ ડોડીયા, વિજયપ્લોટ શેરી- ૨૭ (૩) ભાવિનભાઈ ગડોદરા, વિજયપ્લોટ શેરી-૨૭ (૪) મહેશભાઈ સોલંકી, વિજયપ્લોટ શેરી-૧૮ (૫) ગીરીશભાઈ છોટુભાઈ, વિજયપ્લોટ શેરી-૧૮ (૬) નીખીલભાઈ, વિજયપ્લોટ શેરી-૧૧ અને (૭) સંજયભાઈ બુધ્ધાભાઈ, વિજયપ્લોટ શેરી-૨૬ નો સમાવેશ થાય છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૯ એપ્રિલ થી ૧૧ એપ્રિલ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગનાં ૬૪ કિસ્સા અને ૨૩ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેક્ટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૧,૦૨,૫૦૦નો દંડ વસૂલ કરાયો હતો.

    દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૪૭૭૧ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેક્ટ પમ્પિંગનાં ૨૪ કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જ્યારે ડાયરેક્ટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Civic body, RMC, પાણી`, રાજકોટ

    આગામી સમાચાર