મચ્છરોની ઉત્પત્તિ રોકવા ખાડાના પાણીમાં કેમ બળેલું ઓઇલ નાંખવામાં આવે છે?

News18 Gujarati
Updated: August 13, 2019, 1:44 PM IST
મચ્છરોની ઉત્પત્તિ રોકવા ખાડાના પાણીમાં કેમ બળેલું ઓઇલ નાંખવામાં આવે છે?
રાજકોટમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા શરૂ કરી ઝુંબેશ

પોતાના પ્રિમાઇસિસ કે ખાલી પ્‍લોટમાં જો નાના મોટા ખાડા – ખાબોચિયા હોય તો તેમાં બળેલા ઓઇલ અથવા કેરોસીનનો છંટકાવ કરો: રાજકોટ મનપા

  • Share this:
રાજકોટ શહેરમાં વરસાદના વિરામ બાદ મેલેરિયાનો રોગચાળો અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ્યાં પણ પાણી ભરેલા નાના - મોટા ખાડાઓ પડ્યાં છે તેમાં MLO (મોસ્કયુટો લાર્વીસાઈડ ઓઈલ) બળેલું ઓઈલ, દવાનો છંટકાવ કરવા માટે આજથી એક મેગા ઝુંબેશ આરંભવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં આવા નાના મોટા ખાડાઓનો સર્વે કરાવી તેની એક યાદી તૈયાર કરાવી હતી. જેના આધાર પર આજથી જ આ ખાડાઓમાં દવા છંટકાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે.
દરેક વોર્ડમાં થઈ નાના મોટા કુલ ૩૩પ ખાડાને આવરી લેવા આરોગ્ય શાખાની કૂલ ૧૮ ટીમ બનાવવામાં આવી છે

કમિશનર બંછાનિધિ પાનીએ આ મેગા ડ્રાઈવ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ દરમ્યાન નાના મોટા ખાડા - ખાબોચીયામાં વરસાદી પાણી જમા રહે છે. આ પાણીમાં એનોફિલિસ મચ્છર કે જે મેલેરિયા ફેલાવે છે તે ઈંડા મૂકે છે તથા ન્યુસન્સ મોસ્કયુટો તરીકે ઓળખાતા કયુલેક્ષ મચ્છર પણ ઈંડા મુકે છે.

ઈંડા મુકવાના ૭ થી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છરની ઉત્પતિ થાય છે. આથી મેલેરિયાનો રોગચાળો અટકાવવા તથા ન્યુસન્સ મચ્‍છરની ઉત્પતિ અટકાવવા પેરા ડોમેસ્‍ટિક પોરાનાશક કામગીરી હેઠળ તમામ વોર્ડમાં ખાડામાં MLO, બળેલું ઓઈલ, દવાનો છંટકાવ કરવા સઘન ઝુંબેશ હાથ ધરી છે.

વરસાદી પાણી જયાં જમા રહેતું હોય તેવા નાના મોટા ૩૩પ ખાડાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આગામી 3 થી 4 દિવસમાં આ તમામ ખાડા દવા છંટકાવ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે.બળેલું ઓઇલ કે MLOનો છંટકાવ કરવાથી પાણીની સપાટી ૫ર આ ઓઇલનું ૫ડ બની જાય છે. જેના કારણે પાણીની અંદર રહેલ મચ્‍છરના પોરાને ઓક્સિજન મળતો નથી જેના કારણે પોરા નાશ પામે છે તથા માદા મચ્‍છર ઓઇલ વાળા પાણીમાં બીજા ઇંડા પણ મુકતી નથી. આથી મચ્‍છર ઉત્‍૫તિ અટકાવી શકાય છે.

જનસમુદાયને ૫ણ ખાસ અપીલ કરવામાં આવે છે કે પોતાના પ્રિમાઇસીસ કે ખાલી પ્‍લોટમાં જો નાના મોટા ખાડા – ખાબોચીયા હોય તો તેમાં બળેલા ઓઇલ અથવા તો કેરોસીનનો છંટકાવ કરે.

 
First published: August 13, 2019, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading