રાજકોટ: મહાનગરપાલિકાએ 'પાણી ચોરો' પર ત્રાટકવાનું ચાલુ કર્યું

News18 Gujarati
Updated: December 10, 2018, 4:42 PM IST
રાજકોટ: મહાનગરપાલિકાએ 'પાણી ચોરો' પર ત્રાટકવાનું ચાલુ કર્યું
ફાઈલ ફોટો

ડાયરેક્ટ પમ્પીંગ કરતા લોકોને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાએ ચેકિંગ હાથ ધર્યુ હતું આ ચેકિંગ દરમ્યાન કુલ ૦૪ આસામીઓ ડાયરેક્ટ પમ્પીંગ કરતા પકડાયેલ, તેમજ નોટીસ આપવામાં આવી હતી.

  • Share this:
એક તરફ દુષ્કાળનું વર્ષ છે અને આગામી સમયમાં પીવાનાં પાણીની સમસ્યા સર્જા તેવી શક્યતા છે. આ સંજોગોમાં, રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા સોમવારે રાજકોટમાં વોર્ડ નં. ૮ અને ૯માં આવેલી સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધર્યુ હતું આ ચેકિંગ દરમ્યાન કુલ ૦૪ આસામીઓ ડાયરેક્ટ પમ્પીંગ કરતા પકડાયેલ, તેમજ નોટીસ આપવામાં આવી હતી.

વેસ્ટ ઝોનમાં આવેલ વોર્ડ નં. ૮ માં આવેલ ન્યુ મારુતીનગર – ૧ માં ચેકિંગ દરમ્યાન બે આસામીઓને ત્યાંથી ડાયરેક્ટ પમ્પીંગ પકડાયેલા (૧) પ્રવીણભાઈ હિરપરા અને (૨) કમલેશભાઈ પટેલ બંને આસામીઓને નોટીસ આપવામાં આવેલી હતી. તેમજ વોર્ડ નં. ૯ માં આવેલ નીલકંઠ નગર, નટરાજનગર, યોગેશ્વર પાર્ક, ન્યુ યોગીનગર-૩ વિગેરે સોસાયટીમાં પાણી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ન્યુ યોગીનગર – ૩ માંથી બે આસામીઓને ત્યાંથી ડાયરેક્ટ પમ્પીંગ કરતા પડાયેલ હતા. (૧) મકવાણા શૈલેશભાઈ અને (૨) જોશી દિલીપભાઈ આ બંને આસામીઓને દિવસ સાત (૭) માં રૂપિયા ૨,૦૦૦/- નો દંડ ભરપાઈ કરવાની નોટીસ આપવામાં આવી હતી.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, સરકાર માટે આગામી ચોમાસા સુંધી પીવાનું પાણી પુરુ પાડવું મોટી ચેલેન્જ બની રહેશે.

આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં પીવાનાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હવે સરકારે સ્થાનિક ડેમોમાં રહેલા પીવાનાં પાણીના જથ્થાને અનામત તરીકે જાહેર કરવાની શરૂઆત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યોજના પેટા-વિભાગ (જામનગર) દ્વારા ફુલઝર (કો.બા) સિંચાઇ યોજનાનાં લાભિત ખેડુતો જોગ જણાવવામાં આવ્યુ હતું કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પીવાના પાણીની અછત હોવાથી જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામ પાસે બાંધવામાં આવેલ ફુલઝર (કો.બા) જળ સંપત્તિ યોજનાના જળાશયમાં હાલ ઉપલબ્ધ રહેલા પાણીના જથ્થાને પીવાના હેતુસર પાણી પુરવઠા વિભાગની માંગ અનુસાર સરકાર દ્વારા અનામત રાખવામાં આવેલો છે.

જેથી હવે આ ડેમના પાણીનો સિંચાઇના હેતુસર ઉપયોગ કરવો બિનઅધિક્રુત છે. આથી આ સિંચાઇ યોજનાના લાભિત ખેડુતોને આ ડેમના પાણીથી સિંચાઇ માટે કોઇ આયોજન ન કરવા તથા બિનઅધિક્રુત રીતે પાણી ન ઉપાડવા અંગે તથા પાણી ચોરી ના કરવા માટે સૂચના આપવામાં આવી છે.નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માહિતી પ્રમાણે, રાજ્યમાં આવેલા કુલ 208 જળાશયો/ડેમોમાં (નર્મદા સહિત) હાલ માત્ર 69.97 ટકા જ પાણી બચ્યુ છે. આ તમામ ડેમોમાંથી હાલ માત્ર આઠ ડેમો જ ફુલ ભરેલા છે.
First published: December 10, 2018, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading