શહેર નાનું અને દંડ મોટો! રાજ્યમાં સૌથી વધુ રકમના ઇ-મેમો રાજકોટમાં ફટકારાયા

શહેર નાનું અને દંડ મોટો! રાજ્યમાં સૌથી વધુ રકમના ઇ-મેમો રાજકોટમાં ફટકારાયા
ઇ-મેમોના આંકડા જાહેર.

અમદાવાદમાં ઇ-મેમોના કેસોની સંખ્યા વધુ છે પરંતુ દંડની રકમ રાજકોટથી ઓછી છે. અહીં કુલ 99.66 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે પરંતુ 79.94 કરોડની રકમ હજુ સુધી લોકોએ ભરી નથી.

  • Share this:
રાજકોટ: રાજ્યમાં આઈ-વે પ્રોજેક્ટ (Eye-way project) છ વર્ષ પહેલા લૉંચ કરાયો હતો. જોકે, તેનો ઉદેશ્ય કંઈક બીજો જ હતો. જાહેરમાં બનતા ગુનાઓ અટકવવા આઇવે પ્રોજેકટ મહત્ત્વનો હતો. જાહેરમાં કોઈ ગુનો આચરે અને ગુનેગાર ભાગે તો સીસીટીવી (CCTV)થી પકડી શકાય તેવા ઉદેશ્ય સાથે આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ ઉપરાંત તંત્ર ઓફિસમાં બેઠાં બેઠાં માર્ગો પરના દબાણો, ઢોર-કૂતરાનો ત્રાસ, ભંગાર રસ્તા, ગંદકીની માહિતી મેળવી શકે અને આ અંગે પગલાં ભરી શકે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જોકે, આવકાર્ય હેતુ પર લક્ષ્યને બદલે પોલીસ તંત્ર (Police department)એ આ પ્રોજેકટનો ઉપયોગ બેફામ રીતે અતિરેક કરીને લોકોને ઈ-મેમો (E-Memo) ફટકારવામાં કર્યાનું જાહેર થયેલા સત્તાવાર આંકડા પરથી બહાર આવ્યું છે.

સાડા છ કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં માત્ર બે વર્ષમાં 72.60 લાખ લોકોને ઈ-મેમો આપીને રૂપિયા 341.48 કરોડનો દંડ ફટકાર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સુરતમાં 8.18 લાખ ઈ-મેમો કરતા રાજકોટમાં બમણાંથી વધુ 17.83 લાખ ઈ-મેમો ફટકારાયા છે. અમદાવાદમાં 26.72 લાખ લોકોને ઈ-મેમો અપાયો છે, ત્યારે રાજકોટમાં વસ્તીની સાપેક્ષે સૌથી વધુ ઈ-મેમો અપાયા છે. જ્યારે વડોદરામાં 13.54 લાખ લોકોને, ગાંધીનગરમાં 1.87 લાખ લોકોને અને અન્ય જિલ્લામાં 4 હજારથી 40 હજાર સુધી ઇ-મેમો અપાયા છે.આ પણ વાંચો: સતત બીજા વર્ષે ધૂળેટીનો તહેવાર બેરંગ બનશે: 'નેતાઓએ ગુલાલે રમી લીધું, લોકોનો વારો આવ્યો ત્યારે પ્રતિબંધ'

બીજી તરફ એક માત્ર ડાંગ જિલ્લામાં ઇ મેમો શરૂ કરવામાં આવ્યા નથી. ઇ-મેમોમા આકરા દંડ સામે લોકો પણ નારાજ છે અને મોટાભાગના લોકોએ તેમનો દંડ હજી સુધી ભર્યો નથી. કુલ ઇ-મેમોની દંડની રકમ રૂપિયા 341.47 કરોડમાંથી 70.80 કરોડની રકમ જ લોકોએ ચૂકવી છે. આ ચૂકવણું પણ જ્યારે ઈ-મેમોની શરૂવાત હતી ત્યારે મોટાભાગની રકમ ભરાઈ છે. 75થી 80 ટકા લોકોએ રૂપિયા 270.68 કરોડની દંડની રકમ હજુ ભરી નથી.

આ પણ વાંચો: આ કારણે ફક્ત 30 વર્ષે જ યુવકોને પડવા લાગે છે ટાલ, આવી ભૂલો બિલકુલ ન કરો

રાજકોટમાં પોલીસે 124.89 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જે અમદાવાદ કરતા પણ વધારે છે. અનેક નાગરિક એવા છે જેમને પાંચ દસ ઈ-મેમો મળ્યા છે, પરંતુ આ પૈકી માત્ર રૂપિયા 20.85 કરોડ જ વસૂલ થયા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં ઈ-મેમોનો મુદ્દો ચગ્યો હતો, એટલે એ પૂરતા સમય સુધી ઇ-મેમોને વિરામ અપાયો હતો.

આ પણ વાંચો: નવસારી: રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી

અમદાવાદમાં કેસોની સંખ્યા વધુ છે પણ દંડની રકમ રાજકોટથી ઓછી છે. કુલ રૂપિયા 99.66 કરોડનો દંડ ફટકાર્યો અને ત્યાં પણ 79.94 કરોડની રકમ હજુ સુધી લોકોએ ભરી નથી. વડોદરામાં રૂપિયા 50.67 કરોડનો દંડ ફટકાર્યો તેમાં માત્ર  10.63 કરોડ ભરાયા છે. સુરતમાં 8.18 લાખ ઈ-મેમોમાં 33.10 કરોડ વસુલવાના બાકી છે અને 4.18 કરોડ વસૂલાયા છે.
Published by:Vinod Zankhaliya
First published:March 24, 2021, 11:42 am

ટૉપ ન્યૂઝ