રાજકોટવાસીઓ આનંદો: 81 કિલોમીટર લાંબા ત્રીજા રિંગ રોડને મળશે મંજૂરી

નવો બનનારો રિંગ રોડ-3 ચાર સ્ટેટ હાઇવે અને બે રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડશે. એટલું જ નહીં રિંગ રોડ-3 માટે છ જેટલા નાના મોટા બ્રિજ પણ બનાવવામાં આવશે.

News18 Gujarati
Updated: December 31, 2018, 9:06 AM IST
રાજકોટવાસીઓ આનંદો: 81 કિલોમીટર લાંબા ત્રીજા રિંગ રોડને મળશે મંજૂરી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 31, 2018, 9:06 AM IST
હરિના માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સોમવારે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. હાલ અમદાવાદથી જામનગર અને અમદાવાદથી ગોંડલ અને કાલાવડ તરફથનું ટ્રાફિક ભારણ ઘટાડવા માટે રિંગ રોડ-2 બનાવવામાં આવ્યો છે. આજે મળમારી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) એટલે કે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બેઠકમાં રાજકોટમાં રિંગ રોડ-3ને મંજૂરી આપવામાં આવશે.

81 કિલોમીટર લાંબો હશે રિંગ રોડ-3

રાજકોટમાં નવો આકાર પામનારો રિંગ રોડ 81 કિલોમીટર લાંબી હશે. આ રિંગ રોડ રાજકોટની આસપાસ આવેલા 29 ગામમાંથી પસાર થશે. આ રિંગ રોડ બનતા જ શહેર તરફ આવતો ટ્રાફિક બારોબાર ડાયવર્ટ કરી શકાશે. બહારના વાહનો શહેરમાં ન પ્રવેશવાને કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાશે. જે ગામોમાંથી આ રોડ પસાર થશે તેમાંથી 19 ગામો રૂડામાં આવે છે જ્યારે 10 ગામ રૂડાની હદમાં આવેલા છે.

નવો બનનારો રિંગ રોડ 90 મીટરનો પહોળો હશે. આ અંગે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે સોમવારે રૂડાના અધિકારીઓની બેઠક મળશે. નોંધનીય છે કે રાજકોટની આસપાસ આવેલા આશરે 52 જેટલા ગામોનો રૂડામાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચોઃ રાજકોટ-અમદાવાદ વચ્ચે પીક-અવર્સમાં દર અડધો કલાકે દોડશે STની વોલ્વો બસ

ચાર તબક્કામાં પુર્ણ થશે કામ
Loading...

નવો બનનારો રિંગ રોડ-3 ચાર સ્ટેટ હાઇવે અને બે રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડશે. એટલું જ નહીં રિંગ રોડ-3 માટે છ જેટલા નાના મોટા બ્રિજ પણ બનાવવામાં આવશે. આ બ્રિજનું કામ ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં શરૂઆતમાં અમદાવાદથી આવતા હાઇવેને જામનગર રોડ સાથે જોડવામાં આવશે. બાદમાં જામનગર રોડ સાથે કાલાવડ તરફ જતા રોડને જોડવામાં આવશે. ત્રીજા ફેઝમાં કાલાવડ રોડને ગોંડલ તરફ જતા હાઇવે સાથે જોડવામાં આવશે. ચોથા અને અંતિમ ફેઝમાં ગોંડલ તરફ જતા રોડને અમદાવાદથી આવતા રોડ સાથે જોડી દેવામાં આવશે.

રાજકોટના આ ગામોમાંથી પસાર થશે રિંગ રોડ-3

નારણકા, પરાપીપળિયા, ન્યારા, વાજડી ગઢ, વેજાગામ, હરિપર (પાળ), વાજડી વડ, ઢોલરા, પારડી, ખોખડદળ, વડાલી, ઠેબચડા, ખેરડી, તરઘડિયા, માલિયાસણ, ધમલપર, નાકરાવાડી, રાજગઢ, ગવરીદળ, આણંદપર, ઇશ્વરિયા, વાગુદડ, હરિપર, તરવડા, રાવકી, લોઠડા, કસ્તુરબાધામ,પીપળિયા, નાગલપર
First published: December 31, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...