WWFની વન પ્લેનેટ સિટી ચેલેન્જ એવોર્ડ માટે રાજકોટની પસંદગી

News18 Gujarati
Updated: September 10, 2018, 2:27 PM IST
 WWFની વન પ્લેનેટ સિટી ચેલેન્જ એવોર્ડ માટે રાજકોટની પસંદગી
પ્રતિકાત્મક તસવીર

. "વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર" દ્વારા "વન પ્લેનેટ સિટી ચેલેન્જ "નો ગ્લોબલ એવોર્ડ વિતરણ સમારોહ આગામી  ૧૨ સપ્ટેમ્બર,ના રોજ અમેરિકામાં યોજાશે.

  • Share this:
"વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર" ( ડબલ્યુ.ડબલ્યુ.એફ.) દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે વૈશ્વિક સ્તરે વિવિધ શહેરો દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓનું પ્રતિ વર્ષ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. જેમાં બેસ્ટ કામગીરી કરનાર શહેરોને વિશેષ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના વાતાવરણમાં ઉત્સર્જીત થતા કાર્બનના પ્રમાણમાં ઘટાડો કરવા માટે જે પ્રયાસો થયા છે તેની વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા થઇ છે. "વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર" દ્વારા ૨૦૧૭-૧૮ના વર્ષ માટે યોજાયેલી "વન પ્લેનેટ સિટી ચેલેન્જ ૨૦૧૭-૧૮" એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરીના ગહન મૂલ્યાંકન બાદ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮ ના વર્ષ માટેની "વન પ્લેનેટ સિટી ચેલેન્જ "માં ૨૩ રાષ્ટ્રોના ૧૩૨ શહેરોએ ભાગ લીધો હતો. આ તમામ એન્ટ્રીઝનું મૂલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા ૨૨ શહેરોની "વન પ્લેનેટ સિટી ચેલેન્જ" ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે. "વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર" ( ડબલ્યુ.ડબલ્યુ.એફ.) દ્વારા "વન પ્લેનેટ સિટી ચેલેન્જ "નો ગ્લોબલ એવોર્ડ વિતરણ સમારોહ આગામી  ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા) ખાતે આયોજિત ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટ દરમ્યાન યોજવામાં આવનાર છે.

આ પણ વાંચો:

રાજકોટ મહાનગરપાલિકાને આઈ-વે પ્રોજેક્ટ તથા BRTS માટે નેશનલ એવોર્ડ

રાજકોટ મહાનગર પાલિકાને આવાસ યોજનાની શ્રેષ્ઠ બેસ્ટ ડીઝાઈનનો એવૉર્ડ

રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જન ઘટાડવા શહેરની આશરે તમામ ૬૦,૦૦૦ જેટલી સોડીયમ લાઈટો એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરેલ છે તેમજ ક્રમશ: વધુ ને વધુ સંકુલોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આ બંને બાબતોને ધ્યાને લઈને ઉપરોક્ત એવોર્ડ માટે રાજકોટ શહેરની પસંદગી થઇ છે. આ ઉપરાંત વોટર મેનેજમેન્ટ અને સુએઝ વોટર મેનજમેન્ટ ક્ષેત્રના વર્તમાન અને ભાવી પ્રોજેક્ટની રૂપરેખા પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે. સાથોસાથ રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ટીપી શાખા દ્વારા બાંધકામ પ્લાનની મંજુરી આપતી વખતે પર્યાવરણ સંબંધી મુદ્દાઓ અંગે જે કાર્યવાહી થાય છે તેની પણ નોંધ લેવામાં આવી રહી છે. તો વળી, રાજકોટ મહાનગરપાલિકાએ બી.આર.ટી.એસ. અને આર.એમ.ટી.એસ., બેટરી ઓપરેટેડ વ્હિકલ, તેમજ વેસ્ટ ટુ કમ્પોસ્ટ માટે હાથ ધારેલી કામગીરીની પણ સરાહના થઇ છે.રાજકોટ શહેર, ભારતમાં ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી બનાવી તેને કાર્બન પ્લેટફોર્મ પર રજીસ્ટર કરનારા ૨૪ શહેરો પૈકી એક છે.

રાજકોટ દુનિયાના એ છ શહેરોમાં સમાવિષ્ટ છે જેને “સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ બિલ્ડીંગ એફિશિયન્સી એક્સીલેરેટર પ્રોજેકટ” અંતર્ગત ટેકનીકલ સહાયતા મળી રહી છે. રાજકોટને યુ.એન.ઈ.પી. દ્વારા ‘ડીસ્ટ્રીકટ એનર્જી સીસ્ટમ ઇન ઇન્ડિયા સિટિઝ” પ્રોજેકટ અંતર્ગત ટેક્નીક્લ અને કેપેસીટી બિલ્ડીંગ માટે પણ સહયોગ ઉપલબ્ધ બની રહ્યો છે. સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો.ઓપરેશન દ્વારા ફંડ પ્રાપ્ત 'કેપેસીટીઝ’ પ્રોજેકટ મારફત સહાયતા મેળવી રહેલા ભારતના ૪ શહેરોમાં રાજકોટ પણ સમાવિષ્ટ છે.

 
First published: September 10, 2018, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading