રાજકોટમાં વરસાદે તોડ્યો 70 વર્ષનો રેકોર્ડ, અત્યાર સુધી કુલ 56 ઇંચ વરસાદ

રાજકોટ શહેરમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 1973-74માં માત્ર 7 અને 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.

News18 Gujarati
Updated: September 10, 2019, 4:02 PM IST
રાજકોટમાં વરસાદે તોડ્યો 70 વર્ષનો રેકોર્ડ, અત્યાર સુધી કુલ 56 ઇંચ વરસાદ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 10, 2019, 4:02 PM IST
હરિન માત્રાવડિયા, રાજકોટ : રાજકોટ શહેરમાં 70 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ આ વર્ષે નોંધાયો છે. ચાલુ વર્ષે શહેરમાં મોસમનો કુલ 56 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 70 વર્ષની વાત કરવામાં આવે તો 70 વર્ષમાં સૌથી વધુ વરસાદ વર્ષ 2010માં 55 ઇંચ વરસાદ નોંધાયો હતો. જે રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે. રાજકોટ શહેરમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 1973-74માં માત્ર 7 અને 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

મોટાભાગનાં જળાશયો ભરાયા

આ વર્ષે રાજકોટનો રેકોર્ડબ્રેક વરસાદ સીઝનનો 56 ઇંચ નોંધાયો છે જેમાં પશ્ચિમ રાજકોટમાં 56 ઇંચ, સેન્ટ્રલ રાજકોટમાં 37 ઇંચ અને પૂર્વ રાજકોટમાં સૌથી ઓછો 30 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉલેખ્ખનીય છે કે હજુ ચોમાસાની ઋતુને એક મહિનાની વાર છે તેવામાં આ વર્ષે રાજકોટ શહેરમાં સારો વરસાદ નોંધાતા શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ શહેરમાં 24 કલાકમાં અનરાધાર 18 ઇંચ વરસાદ નોંધાયા બાદ મોટા ભાગના જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી હતી. ત્યારબાદ સમયાંતરે સારો વરસાદ થતા આજે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા એક માત્ર ભાદર સિવાય તમામ જળાશયો ઓવરફલો જોવા મળી રહ્યા છે. જયારે ભાદર ડેમ ઓવરફલો થવામાં માત્ર 3.50 ફૂટ બાકી છે.

આ પણ વાંચો : નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાનાં 25 ગામોને સતર્ક કરાયા

છેલ્લા 10 વર્ષનાં આંકડા
Loading...

વર્ષ 2009માં 22.92 ઇંચ
વર્ષ 2010માં 55.50 ઇંચ
વર્ષ 2011માં 39.09 ઇંચ
વર્ષ 2012માં 19.09 ઇંચ
વર્ષ 2013માં 47.40 ઇંચ
વર્ષ 2014માં 15.10 ઇંચ
વર્ષ 2015માં 31.33 ઇંચ
વર્ષ 2016માં 22.36 ઇંચ
વર્ષ 2017માં 53.80 ઇંચ
વર્ષ 2018માં 23.48 ઇંચ
વર્ષ 2019માં અત્યાર સુધી કુલ 56 ઇંચ વરસાદ નોંધાયો છે
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...