રાજકોટ: આઈસક્રીમ પાર્લરનાં નામે ધમધમે છે કપલ બોક્સ, ના જોવાનાં દ્રશ્યો થયા કેમેરામાં કેદ
રાજકોટ: આઈસક્રીમ પાર્લરનાં નામે ધમધમે છે કપલ બોક્સ, ના જોવાનાં દ્રશ્યો થયા કેમેરામાં કેદ
રાજકોટમાંથી ઝડપાયું કપલ બોક્સ
Rajkot Couple Box: આઇસક્રીમ પાર્લરનાં ફ્રીજમાં એક પણ આઇસ્ક્રીમ ન હતો. અને આ પાર્લરમાં નાના નાના બોક્સ હતાં જેમાં એક કલાકનાં 150 રૂપિયા ચાર્જ ઉઘરાવવામાં આવતો હતો
Rajkot News: સુરતમાં ગ્રીષ્માની હત્યા (Grishma Vekaria Murder Case)કરનાર ફેનીલ ગોયાણી કપલ બોક્સ (Couple Box) ચલાવતો હતો. ત્યારે હવે સુરત બાદ રાજકોટમાં પણ કપલ બોક્સ બંધ કરાવવાની માગણી ઉઠી છે. આ તકે રાજકોટમાં પણ ન્યુઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે ન્યુઝ 18 ગુજરાતીનાં રિયાલિટી ચેકમાં રાજકોટ શહેરમાં (Rajkot City News) ખુલ્લેઆમ કપલ બોક્સ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં આત્મીય કોલેજ સામે સમામલતદાર કચેરીની પાછળના ભાગમાં, કેકેવી હોલ ની પાછળના ભાગમાં, કોટેચા ચોક પાસે, યુનિવર્સિટી રોડ, ચૌધરી હાઇસ્કુલ પાસે, ઢેબર રોડ વન વે સહિતના વિસ્તારોમાં કપલ બોક્સ ચાલતા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો નું માનીએ તો રાજકોટમાં 20 થી વધુ કપલ બોક્સ ચાલતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આઈસ્ક્રીમ પાર્લરનાં ફ્રીજમાં એક પણ આઈસ્ક્રીમ નહિ!- ન્યુઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા સેન્ટ મેરી સ્કૂલની સામે કેકેવી હોલની પાછળ એનીટાઈમ આઇસક્રીમ પાર્લરના ઓઠા હેઠળ કપલ બોક્સ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યુ છે. ન્યુઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે એની-ટાઈમ આઇસક્રીમ પાર્લર પર પહોંચી ત્યારે અહીં સેટી, ગાદલા, ઓશિકા ટેબલ ફેન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તો સાથે જ આઈસ્ક્રીમ પાર્લરમાં રાખવામાં આવેલ ફ્રીજમાં એક પણ આઈસ્ક્રીમ ન હતાં.
રાજકોટમાં કપલ બોક્સ પર પોલીસની તવાઈ. કપલ બોક્ષને લઈ આપવામાં આવ્યા તપાસના આદેશ pic.twitter.com/7plKvhkZsu
પ્રતિ કલાક 150 રૂપિયા ઉઘરાવવામાં આવે છે ચાર્જ- ન્યુઝ 18 ગુજરાતી ની ટીમ દ્વારા કેમેરો ફેરવવામાં આવતા ની સાથેજ કપલ બોક્સમાં આનંદ માણી રહેલા કપલ એક બાદ એક નાસતા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે સંચાલક ને પૂછવામાં આવતા તેઓ કોઈ પણ જાતની મંજૂરી વગર જ આઈસ્ક્રીમ પાર્લરના ઓઠા હેઠળ આ પ્રકારના ગેર કાયદે કપલ બોક્ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ ટુંક સમયમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ની જુદી જુદી ટીમ દ્વારા કપલ બોક્સ પર તવાઈ બોલાવવામાં આવશે. ત્યારે સવાલ તો એ ઉભો થાય છે કે આખરે મીડિયા માં અહેવાલ પ્રસારિત થયા બાદ જ શા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ફરજ પડી
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર