રાજકોટ શહેરમાં મહાપાલિકા સંચાલિત સિટી બસ સર્વિસમાં કેટલોક નઠારો સ્ટાફ અપડાઉન કરતી વિદ્યાર્થિનીઓ, યુવતીઓ મહિલાઓની પજવણી કરતો હોવાની અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી. આવો જ એક ચાલક કાલાવાડ રોડની કોલેજની એક વિદ્યાર્થિનીને જાળમાં ફસાવી અપહરણ કરી નાસી છૂટ્યાની ઘટના પોલીસ સુધી પહોંચી છે.
લાપતા વિદ્યાર્થિનીના પરિવારજનોના જણાવ્યા મુજબ વિદ્યાર્થિની રોજ મવડી રોડ પરથી કાલાવાડ રોડ તરફ જતી સિટી બસમાં કોલેજ આવતી જતી હતી. બસના ચાલકે જાળમાં ફસાવી એક સપ્તાહ પહેલા અપહરણ કરી ગયો હોવાની ગાંધીધામ પોલીસને જાણ કરી છે. છતાં હજી સુધી કોઇ ભાળ મળી નથી.
જાળમાં ફસાવ્યાની વિદ્યાર્થિનીના પરિવારને પંદરેક દિવસ પહેલા જાણ થઇ ગઇ હતી. ત્યારથી બસમાં અપડાઉન બંધ કરાવી પરિવારજનના જ કોઇ સભ્ય કોલેજ લેવા મુકવા જતાં હતા. ગત સપ્તાહે તા.8ના રોજ સવારે કોલેજ મુકવા ગયા હતા. સમય મુજબ તેડવા જતા વિદ્યાર્થિની અંદર ન્હોતી. કોલેજના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા કોલેજમાં આવી ત્યારે કોર્ડ મારફતે પોતાની હાજરી પુરી હતી. અને પહેલા લેક્ચરમાં હાજરી આપી હતી. સવારે નવ વાગ્યે બાહર નીકળતી દેખાઇ હતી. ત્યારબાદ કોલેજમાં પરત ફરી ન હતી. જેના પર શંકા હતી તે બસ ચાલક જ્યાં રહેતો હોત ત્યાં તપા કરી હતી તો બસ ચાલક પણ મળ્યો નહીં અને તેના ઘરે પણ તાળું હતું.
બસ સર્વિસમાં તપાસ કરી તો ત્યાં નોકરી પર આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. યુવતીના પિતાએ ગાંધીગ્રામ પોલીસમાં ગુમની નોંધ કરાવી હતી. તપાસનીસ પોલીસના કહેવા મુજબ યુવતીના પિતા પરિવારે પસ ચાલક લઇ ગયાનું જણાવતા તે દિશામાં તપાસ કરી હતી.