રાજકોટ : 1.80 લાખ બાળકોના આરોગ્યની તપાસ, 40 હજાર બાળકો વિવિધ બીમારીમાં સપડાયેલા જોવા મળ્યાં


Updated: January 2, 2020, 2:51 PM IST
રાજકોટ : 1.80 લાખ બાળકોના આરોગ્યની તપાસ, 40 હજાર બાળકો વિવિધ બીમારીમાં સપડાયેલા જોવા મળ્યાં
પ્રતિકાત્મક તસવીર

આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવેલા બાળકો પૈકીના 38,804 બાળકોની સ્થળ ઉપર સારવાર કરવામાં આવી હતી.

  • Share this:
રાજકોટ : રાજ્ય સરકારનો ‘શાળા આરોગ્ય તપાસણી’ નામનો કાર્યક્રમ તારીખ 25/11/2019થી દોઢ માસ માટે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 12 ધોરણ સુધીના ખાનગી, સરકારી, સ્પે. હોમ, ખાસ બાળકોની શાળા વિગેરેના તમામ વિધાર્થીઓ, શાળાએ ન જતા 18 વર્ષ સુધીના બાળકો તથા તમામ આંગણવાડીના બાળકોને વિસ્તરીય આરોગ્ય ચકાસણી કરી સારવાર આપવામાં આવે છે.

રાજકોટ શહેરમાં 1226 શાળા તથા 342 આંગણવાડીના બાળકોની ચકાસણી 16 ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલ આ કાર્યક્રમ હેઠળ તા.25/11/2019 થી લઈને તા. 30/12/2019 સુધીમાં રાજકોટ શહેરના 1,80,805 વિદ્યાર્થીઓના આરોગ્યની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 856 આંગણવાડી/શાળાઓના બાળકોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 39,592 ખામીવાળા બાળકો જોવા મળ્યાં હતાં.

આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવેલા બાળકો પૈકીના 38,804 બાળકોની સ્થળ ઉપર સારવાર કરવામાં આવી હતી. જેમાંથી સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે 788 બાળકોને રિફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક આરોગ્ય તપાસમાં પાંડુરોગના 16818, કુપોષિત બાળકો 33, ચામડીના રોગ 3107, કાનમાં પરૂના 992, શ્વસનતંત્રના રોગના 5459, દાંતમાં સડોના 9370, દ્રષ્ટિની ખામીના 2269, સાંભળવામાં તકલીફના 25, જન્મજાત ખામીના 12 તથા અન્ય રોગના 916 બાળકો જોવા મળ્યા હતા.

First published: January 2, 2020, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading