રાજકોટમાં આમ આદમી પાર્ટી કરી રહી છે 'કિલ્લેબંધી'! ઉદ્યોગપતિઓ પણ જોડાશે


Updated: March 3, 2020, 10:14 AM IST
રાજકોટમાં આમ આદમી પાર્ટી કરી રહી છે 'કિલ્લેબંધી'! ઉદ્યોગપતિઓ પણ જોડાશે
શિવલાલ બારસિયા

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા સહિતના પૂર્વ હોદ્દેદારો તેમજ પ્રવર્તમાન હોદ્દેદારો પૈકી કેટલાક હોદ્દેદારો તેમજ તેમના સમર્થકો આવતા અઠવાડિયે આમ આદમી પાર્ટીમાંવિધિવત રીતે જોડાશે.

  • Share this:
રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી બચ્યાં છે ત્યારે રાજકીય પાર્ટીઓની ગતિવિધિ તેજ થઈ ચૂકી છે. કોઈ પોતાની જૂની પાર્ટીને છોડીને નવી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યું છે તો કોઈ પોતાની જ પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા તમામ સંકેતો તેમણે પોતે જ આપ્યા હતા.

હવે રાજકોટના ઉદ્યોગપતિઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા સહિતના પૂર્વ હોદ્દેદારો તેમજ પ્રવર્તમાન હોદ્દેદારો પૈકી કેટલાક હોદ્દેદારો તેમજ તેમના સમર્થકો આવતા અઠવાડિયે આમ આદમી પાર્ટીમાંવિધિવત રીતે જોડાશે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે લોકો પ્રવર્તમાન શાસક પક્ષથી નાખુશ છે. તેમની નીતિ પ્રજાહિતમાં નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણ અને આરોગ્યમાં જે પ્રકારે પ્રજાલક્ષી કાર્ય કર્યું છે તેનાથી પ્રેરાઈને હું ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં દિલથી જોડાયો છું. હવે આવતા અઠવાડિયે અન્ય પૂર્વ હોદ્દેદારો તેમજ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.

રાજભા ઝાલા આપમાં જોડાશે

સોમવારે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે ભાજપના પૂર્વ નેતા રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાશે. આ મામલે પ્રતિક્રિયા આપતા રાજભા ઝાલાએ સોમવારે કહ્યુ હતુ કે, "ગઇકાલે આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી. પાર્ટીમાં જોડાવવા અંગે હું મારી સમિતિ સાથે વાતચીત કરીને કોઈ નિર્ણય લઈશ. હાલ મેં નાગરિક હિત રક્ષક સમિતિ બનાવી છે. કાલની બેઠક બાદ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીને નેતા ગોપાલ રાય સાથે ચર્ચા કરીશું. રાજકોટ કોર્પોરેશમમાં વધુમાં વધુ ચાર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. દિલ્હીની જેમ રાજકોટમાં પણ આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરશે. સમિતિ સાથે બેઠક બાદ થોડા દિવસો પછી હું આમ આદમી પાર્ટીમાં જોડાઇશ."
First published: March 3, 2020, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading