ધોમધખતા તાપમાં લોકોને ટાઢક આપવા રાજકોટ ચેમ્બરે શરૂ કર્યુ છાશ વિતરણ

News18 Gujarati
Updated: April 15, 2019, 2:22 PM IST
ધોમધખતા તાપમાં લોકોને ટાઢક આપવા રાજકોટ ચેમ્બરે શરૂ કર્યુ છાશ વિતરણ
News18 Gujarati
Updated: April 15, 2019, 2:22 PM IST
રાજકોટ:વર્તમાન ઉનાળાની ઋતુને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર જનતાના હિતમાં શહેરની વિવિધ સંસ્થાઓને કરેલી એક જાહેર અપીલને માન આપીને ગ્રેટર ચેમ્બર રાજકોટ ( ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ) દ્વારા આજથી શહેરના ભક્તિનગર સ્ટેશન મેઈન રોડ પર એડિકો સ્પેર્સની બાજુમાં નિ:શૂલ્ક ધોરણે ઠંડી છાસ અને શીતળ જળ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પર નાગરિકોને છાસ અને પાણીની સાથે સાથે વરિયાળીના ઠંડા શરબતનું પણ વિતરણ કરવામાં આવી રહયું છે.

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરાયેલા અને સમગ્ર ઉનાળા દરમ્યાન ચાલુ રહેનાર આ છાસ વિતરણ કેન્દ્રમાં મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીનાં વરદ હસ્તે છાસ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ છાસ-જળ-શરબત વિતરણ કેન્દ્ર ગ્રેટર રાજકોટ ચેમ્બરના ડાયરેક્ટરોનાં સાથ સહકારથી શરૂ કરવામાં આવેલું છે. આજે આ કેન્દ્રનાં પ્રારંભે અતિથિવિશેષ તરીકે પટેલ બ્રાસનાં મેનેજિંગ ડાયરેક્ટર રમેશભાઈ પટેલ, હાઈબોન્ડ સિમેન્ટનાં ડાઇરેક્ટર મનસુખભાઈ પાણ, ઇન્ડિયા બ્રાસના માલિક નારણભાઈ પટેલ, તથા ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા, ઉપરાંત ગ્રેટર રાજકોટ ચેમ્બરના પદાધિકારીઓ અને બોર્ડ મેમ્બર્સ ઉપસ્થિત રહયા હતાં.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને સુવિધાઓ માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ અને વ્યવસાયિક એકમો અને તેના સંગઠનનાં સહયોગથી અવારનવાર વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે. મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ કરેલી અપીલને માન આપીને ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા જે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે. તેવી જ રીતે અન્ય સેવાકીય અને વ્યવસાયિક સંગઠનો પણ હાલની ઉનાળાની સીઝનમાં શહેરમાં વધુ ને વધુ આવા ક્ર્ન્દ્રો શરૂ કરાવે તે જાહેર હિતમાં ઇચ્છનીય છે.

બંછાનિધિ પાનીએ સામાજિક સેવાકીય સંગઠનોને શહેરમાં ઉનાળા દરમ્યાન વિવિધ માર્ગો પર છાસ – જળ વિતરણ કેન્દ્ર જાહેર હિતમાં શરૂ કરે તેવી હાર્દિક અપીલ કરી છે.

 
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...