રાજકોટ : સેન્ટ્રલ જેલ બની મોબાઇલની 'દુકાન', હત્યાના કેદીએ બરમૂડામાં છૂપાવેલો મોબાઇલ મળ્યો

રાજકોટ : સેન્ટ્રલ જેલ બની મોબાઇલની 'દુકાન', હત્યાના કેદીએ બરમૂડામાં છૂપાવેલો મોબાઇલ મળ્યો
રાજકોટની જેલમાં થોડા સમય પહેલાં કોરોનાના સંક્રમણને જોતા સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છેકે થોડા દિવસો પહેલા અમદાવાદજની જડતી સ્કવોડે જેલમાં સંડાસના અંદરના ભાગમાં દાટેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતાં

  • Share this:
રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી ફરી એક વખત મોબાઇલ મળી આવ્યો છે. જેલમાં સજા કાપી રહેલો હત્યાના ગુનાનો આરોપી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. આરોપીએ પહેરેલા બરમુડાના ખિસ્સામાંથી એક મોબાઇલ ફોન તથા બીજો ફોન બાથરૂમની દિવાલ ઉપર ચાર્જીંગ થતો મળી આવ્યો છે. ચેકિંગ બાદ હવે જેલર દ્વારા કેદી વિરૂધ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. રાજકોટની પ્ર.નગર પોલીસ મથકમાં સાવંત ઉર્ફ લાલી સંજયભાઇ વાઘેલા તથા અજાણ્યા કાચા કેદી સામે ગુનો દાખલ કરાવ્યો છે.

જેલર અને અન્ય સ્ટાફ દ્વારા આરોપી સાવંત ઉર્ફ લાલી સંજયભાઇ વાઘેલાની જડતી કરતાં તેણે પહેરેલા બરમુડામાંથી નોકીયા કંપનીનો કાળા કલરનો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત યાર્ડ નં. 2ની બેરેક નં. 3માં તપાસ કરતાં સંડાસ બાથરૂમની દિવાલની ઉપરના ભાગે આવેલા લેમ્પના વાયરમાં ચાર્જીંગ થઇ રહેલો બીજો એક સેમસંગ કંપનીનો ફોન મળી આવ્યો હતો સાથે ચાર્જર પણ હતું પ્રતિબંધીત મોબાઇલ ફોન અને ચાર્જર મળતાં એક કેદીના નામ જોગ અને બીજા અજાણ્યા જોગ ફરિયાદ નોંધાવી હતી.આ પણ વાંચો :  Rajyasabah Elections 2020 : કૉંગ્રેસને રાજકીય 'કોરોના', વધુ એક ધારાસભ્યની વિકેટ પડી, મોરબીના MLA મેરજાએ પંજાને મારી 'લપડાક'

મહત્વનું છેકે થોડા દિવસો પહેલા અમદાવાદજની જડતી સ્કવોડે જેલમાં સંડાસના અંદરના ભાગમાં દાટેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતાં. ત્યાં હવે હત્યાના ગુનાના કાચા કેદીના બરમુડામાંથી અને સંડાસ બાથરૂમની દિવાલ પરથી બે ફોન અને એક ચાર્જર મળી આવ્યા છે. આરોપી સાવંત પાસેથી જેલમાંથી ફોન મળતાં તેનો પ્ર.નગર પોલીસ આરોપીનો કબ્જો મેળવી તેને જેલમાં ફોન કઇ રીતે મળ્યો, કોણે આપ્યો સહિતના મુદ્દે તપાસ કરશે.
Published by:News18 Gujarati
First published:June 05, 2020, 13:08 pm

ટૉપ ન્યૂઝ