રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા
વાયરલ વીડિયોની તસવીર પોલીસ પુત્ર રિઝવાન

રિઝવાન નામના પોલીસપુત્રનો બર્થ ડે હોવાથી કેક કટિંગ તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. વીડિયોમાં પોલીસ લાઈનના ચાર જેટલા યુવાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.

  • Share this:
રાજકોટઃ હાલ રાજકોટ (rajkot) સહિત સમગ્ર રાજયભરના 20 શહેરોમાં રાત્રી કરફ્યુની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ રાત્રી કર્ફ્યુ (Night curfew) દરમિયાન રાજકોટ શહેરમાં (Rajkot city) બે જેટલી બર્થ-ડે પાર્ટીની ઉજવણી (birthday celebration) કરવામાં આવી હોય તે પ્રકારના બે જુદા જુદા સ્થળના વીડિયો વાયરલ (viral video) થયા છે.

રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે જ્યારે લગ્ન જેવા સુખદ પ્રસંગમાં પણ મર્યાદિત લોકોની સંખ્યા રાજ્ય સરકાર દ્વારા કરી નાખવામાં આવી છે.



ત્યારે રાજકોટ શહેરના બે જુદા જુદા સ્થળ પર બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. એક વીડિયો રાજકોટ શહેરના ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતેનો વાયરલ થયો છે. જ્યાં સામાજિક સંસ્થા એવી સાથી સેવા ગ્રુપ દ્વારા બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવતો હોય તે પ્રકારનો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

આ પણ વાંચોઃ-બોયફ્રેન્ડને ફોન ઉપર સંભળાઈ પ્રેમિકાની ચીસો, બે દિવસ બાદ અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ

વીડિયો જે જગ્યાએ બનાવવામાં આવ્યો છે જે જગ્યાએ બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે તે જગ્યાએ હાલ કોરોના સંક્રમિત દર્દીઓ માટેની જે એમ્બ્યુલન્સ ઉભી હોય છે તે જગ્યાએ કેક કટિંગ કરવામાં આવ્યું હતું. વીડિયો વાયરલ થતાં પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ રેસ્ટોરન્ટમાં કરતા હતા કોરોના દર્દીઓની સારવાર, દિવસનો રૂ.18,000 વસૂતા ચાર્જ, રાજાણી પિતા-પુત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

જ્યારે કે બીજો વીડિયો રાજકોટ શહેરના પોલીસ હેડકવાર્ટરની અંદર રાત્રીના 12 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન કરતો હોય તે પ્રકારનો વાયરલ થયો હતો. વીડિયોમાં પોલીસ લાઈનના ચાર જેટલા યુવાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.



રિઝવાન નામના પોલીસપુત્રનો બર્થ ડે હોવાથી કેક કટિંગ તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. વીડિયોમાં દેખાઇ રહેલા તમામ શખ્સો વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ લાઇનના યુવાનોને પ્રદ્યુમન નગર પોલીસે ઝડપી પાડ્યા છે.
Published by:ankit patel
First published:April 24, 2021, 20:59 pm