રાજકોટમાં ઝડપાઇ રૂ.1 કરોડની જૂની ચલણી નોટો,22 ટકા કમિશન આપી બદલાવતા

News18 Gujarati | News18 Gujarati
Updated: May 27, 2017, 3:00 PM IST
રાજકોટમાં ઝડપાઇ રૂ.1 કરોડની જૂની ચલણી નોટો,22 ટકા કમિશન આપી બદલાવતા
રાજકોટમાંથી રૂ.1 કરોડની જૂની ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી ગઇ છે.મોવડી વિસ્તારમાંથી જૂની નોટો સાથે 5 શખ્સો ઝડપાયા છે. સુરતના 3 અને જામનગરના 2 શખ્સો પોલીસના સકંજામાં આવતા પુછપરછમાં જાણવા મળ્યુ હતું કે, 22 ટકા લેખે જૂની નોટો બદલવા રાજકોટ આવ્યા હતા.SOGએ કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે.

  • Share this:

સુરતમાં સોની કામ કરતા દીપક નાંઢા, જામનગરના ત્રિલોક દવે અને સુલેમાન ભટ્ટીને એક કરોડની જૂની ચલણી નોટો સાથે ધરપકડ કરી છે. પોલીસે ૫૦૦ અને ૧૦૦૦ ના દરની બંધ થયેલી જૂની ચલણી નોટો ઉપરાંત એક મોબાઈલ, એકટીવા બાઈક પણ કબજે કર્યું છે. સુરત નો દીપક સોની એક કરોડ રૂપિયા લઈને રાજકોટ આવ્યો હતો જે રૂપિયાને કમીશન થી જામનગરના બંને શકશોને આપવાના હતા. જે રૂપિયાની અદલ બદલ કરવા ત્રણેય શકશો રાજકોટમાં આવ્યા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા.

ભાવનગરમાં પણ નકલી નોટો પકડાઇ

નોધનીય છે કે,ભાવનગર એસઓજી અને એલસીબી પોલીસે સયુંકત ઓપરેશન કરીને ભાવનગરમાં નકલી નોટ છાપતિ ગેંગ ઝડપી લીધી છે. ટોપથ્રી નજીક સિદ્ધિવિનાયક રેસિડેન્સી ફ્લેટમાંથી ત્રીજા માળેથી ત્રણ શખ્સો પાસેથી 500ની 5 નોટ મળી આવી હતી.જેને પગલે વધુ પૂછપરછ થતા અન્ય સાગરીતોએ અગાવ પોલીસને જાણ થઈ હોવાનું માલુમ પડતા 500 અને 2 હજારની મળીને કુલ 8 હજાર ની નોટો સળગાવી દીધી હતી તો પ્રિન્ટર જેવા પુરાવાઓ પણ સળગાવી દેવામાં આવ્યા હતા.

First published: May 27, 2017, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading