Home /News /kutchh-saurastra /

Live વીડિયો: રાજકોટમાં રાવકી નદીમાં કાર તણાઈ, બે મહિલાને દિલધકડ રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ

Live વીડિયો: રાજકોટમાં રાવકી નદીમાં કાર તણાઈ, બે મહિલાને દિલધકડ રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ

બે મહિલાને બચાવી લેવાઈ.

રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામી રહેલા એક પુલ નીચે મંગળવારે સાંજે સાત વાગ્યે કાર નદીમાં ખાબકી હતી.

    રાજકોટ: રાજકોટ અને સૌરાષ્ટ્ર (Saurashtra rain)માં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ (Monsoon 2021) પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક નદીઓમાં પૂર (Flood) આવ્યા છે. જેમાં રાજકોટના લોધિકાની રાવકી નદીના પાણીમાં એક કાર પુલ પરથી નીચે પડ્યા બાદ પાણીમાં તણાઈ હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ ગામ લોકોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને બે મહિલાઓને બચાવી લીધી હતી. કમનસિબે આ બનાવમાં નિવૃત બેંકકર્મીનું નિધન થયું હતું.

    મમતી માહિતી પ્રમાણે મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં એક કાર નદીમાં ખાબકી હોવાની માહિતી મળી હતી. આ કારમાં સવાર બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. જે બાદમાં મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: મોરબીમાં મારામારીનો Live વીડિયો, એક યુવકનું મોત, નવ લોકો સામે ગુનો દાખલ

    રાવકી ગામ પાસે કાર જ્યારે પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર તે નદીમાં ખાબકી હતી. જે બાદમાં કારમાં સવાર બે મહિલાને સ્થાનિક ગામ લોકો અને આસપાસ કામ કરતા મજૂરોએ બહાર કાઢી હતી. જોકે, કારમાં સવાર એક પુરુષનું નિધન થયું હતું.

    આ પણ વાંચો: સુહાગરાતે જ દુલ્હા-દુલ્હનને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યાં, એવું તો શું થયું?

    પુલ પરથી કાર સીધી જ નદીમાં ખાબકતા કાર પાણીમાં ગરકાવ થવા લાગી હતી. જેના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જે બાદમાં ગામના લોકોએ બે મહિલાઓને બચાવી લીધી હતી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.

     આ પણ વાંચો: સાસરે પહોંચતા જ દુલ્હને દુલ્હા પર કર્યો થપ્પડનો વરસાદ, લોકોને થયું ભૂત-પ્રેતનો વળગાડ, કારણ બીજું જ નીકળ્યું!


    એવી માહિતી મળી છે કે રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામી રહેલા એક પુલ નીચે મંગળવારે સાંજે સાત વાગ્યે કાર નદીમાં ખાબકી હતી. જેમાં નિવૃત બેન્કકર્મી લાલજીભાઈ ધેલાણીનું મૃત્યુ થયું છે.





    કાર નદીમાં ખાબકી હોવાની માહિતી મળતા જ ગામના સરપંચ સહિતના યુવાનોએ જીવના જોખમે મહિલાઓનું રેસ્ક્યૂ કર્યું હતું. ગામના લોકોના દિલધકડ ઑપરેશનથી બે મહિલાનો જીવ બચી જવા પામ્યો હતો. સ્થાનિક લોકો ઉપરાંત આસપાસ કોન્ટ્રાક્ટર મજૂરો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Monsoon 2021, River, કાર, ચોમાસુ, મોત, રાજકોટ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन