રાજકોટમાં સ્ટિંગ : કોંગ્રેસે નરસી પટોડિયાના સ્ટિંગની સીડી જાહેર કરી

News18 Gujarati
Updated: January 25, 2019, 4:11 PM IST
રાજકોટમાં સ્ટિંગ : કોંગ્રેસે નરસી પટોડિયાના સ્ટિંગની સીડી જાહેર કરી
નરશી પટોડિયા

કોંગ્રેસે દાવો કર્યો હતો કે ફોર્મ પરત ખેંચવા માટે સ્કૂલના એક મહિલા પાત્રને લઈને નરશી પટોડિયા પર દબાણ લાવવામાં આવ્યું હતું.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં વોર્ડ નંબર-13ની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નરસી પટોડિયા નામના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પહેલા પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ મામલે કોંગ્રેસે આજે (શુક્રવારે) એક સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરીને આક્ષેપ લગાવ્યો છે કે નરશી પટોડિયા પર ભાજપ તરફથી એક મહિલા સાથેના સંબંધને લઈને દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસે સીડી કરી જાહેર

નરશી પટોડિયા કેસમાં કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં નરશી પટોડિયા પર કરવામાં આવેલા સ્ટિંગની સીડી જાહેર કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભાજપે દબાણ ઉભું કરીને ફોર્મ પરત ખેંચાવ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે ફોર્મ પરત ખેંચવા માટે સ્કૂલના એક મહિલા પાત્રને લઈને નરશી પટોડિયા પર દબાણ લાવવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દાવો કર્યો છે કે, નરશી પટોડિયાએ સ્ટિંગમાં આ વાતની કબૂલાત કરી હતી. કોંગ્રેસના દાવા પ્રમાણે નરશી પટોડિયાએ કબૂલાત કરી છે કે, ભાજપના નેતાઓએ મહિલા સાથેના સંબંધોને લઈને પ્રેસર લાવીને ફોર્મ પાછું ખેંચાવ્યું હતું. જો ફોર્મ ન ખેંચવામાં આવે તો મહિલા સાથેના સંબંધોની વીડિયો સીડી જાહેરમાં બહાર પડવાની ભાજપે ધમકી આપી હતી.

Video: રાજકોટમાં સ્વાઈન ફલૂનો કહેર યથાવત્, H1N1 વેકસીન ખૂટી ગઈ

એક મહિલા સાથેના સાત વર્ષ જૂના સબંધોને લઈને ભાજપ નેતાઓએ ધમકાવી ફોર્મ પરત ખેંચાવ્યાનું નરશી પાટોડિયાએ સ્ટિંગમાં કબૂલ્યું હતું. કોંગ્રેસના દાવા પ્રમાણે નરશી પટોડિયાને મહિલા સાથે સબંધ હતો તેના કારણે તેને દબાવીને ભાજપમાં ભેળવી લીધો હતો.નરશી પટોડિયાએ શું કહ્યું?

સ્ટિંગ મામલે નરશી પટોડિયાએ કહ્યું કે, "મારા પર ભાજપનું કોઈ જ દબાણ નથી. કોંગ્રેસ મારા પર દબાણ ઉભું કરી રહી છે. જો કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલી સીડી સાબિત નહીં થાય તો હું બદનક્ષીનો કેસ દાખલ કરીશ."
First published: January 25, 2019, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading