રાજકોટના ઉદ્યોગપતિએ કર્મચારીઓને અઠવાડિયાની રજા, જરૂરી વસ્તુઓની કીટ અને બે માસનો એડવાન્સ પગાર આપ્યો


Updated: March 23, 2020, 11:47 PM IST
રાજકોટના ઉદ્યોગપતિએ કર્મચારીઓને અઠવાડિયાની રજા, જરૂરી વસ્તુઓની કીટ અને બે માસનો એડવાન્સ પગાર આપ્યો
કીટ આપતા ઉદ્યોગપતિની તસવીર

જુદી-જુદી જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકો મેન્યુફેક્ચરિંગ માટે પોતાના કર્મચારીઓને ફેક્ટરી પર ફરજિયાત હાજરી આપવાનું દબાણ કરી રહ્યા હતા તો બીજી તરફ રાજકોટમાં એક ઉદ્યોગપતિની ઉદારતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

  • Share this:
રાજકોટ સહિત સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસના (coronavirus) કારણે ચિંતિત છે. ગુજરાતમાં કોરોના વાયરસના ૩૦ જેટલા કેસ પણ નોંધાઈ ચુક્યા છે જે પૈકી એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. ત્યારે શનિવારે રાત્રે ગુજરાત રાજ્ય સરકારની મહત્વની બેઠક મળી હતી જે બેઠકમાં રાજ્યના ચાર મેટ્રો શહેર એવા સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટમા 25મી માર્ચ 2020 સુધી lockdown કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હવે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.

જે જાહેરાત બાદ આજે વહેલી સવારથી લોકો પોતાના ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા. શહેરોમાં ધંધા-રોજગાર દુકાનો શો રૂમ તેમજ ફેક્ટરીઓ ખુલવા પામી હતી. ત્યારે પોલીસે આ તમામ ધંધા-રોજગાર દુકાનો શોરૂમ અને ફેક્ટરીઓ બંધ કરવાની ફરજ પડી હતી.

ત્યારે એક તરફ એવી પણ વાત સામે આવી હતી કે જુદી-જુદી જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકો મેન્યુફેક્ચરિંગ માટે પોતાના કર્મચારીઓને ફેક્ટરી પર ફરજિયાત હાજરી આપવાનું દબાણ કરી રહ્યા હતા તો બીજી તરફ રાજકોટમાં એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે.

ત્યારે બાન લેબ્સ દ્વારા પોતાની કોર્પોરેટ ઑફિસ એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે. તમામ કર્મચારીઓને એક અઠવાડિયા માટે રજા આપવામાં આવી છે તો સાથોસાથ જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પણ બનાવીને આપવામાં આવી છે. તો સાથોસાથ બે મહિનાનો એડવાન્સ પગાર પણ પોતાના કર્મચારીઓને આપવામાં આવ્યો છે.

ત્યારે બાન લેબ્સ ના મૌલેશ ઉકાણી એ સૌ કોઈ ફેક્ટરી માલિકો, શોરૂમ માલિકો તેમજ અન્ય ધંધા સાથે જોડાયેલા માલિકોને અપીલ કરી છે કે તેઓ પણ પોતાનો ધંધો રોજગાર હાલ સરકાર નીતિ નિયમ મુજબ બંધ રાખે તેમજ પોતાના કર્મચારીઓને રજા આપે અને સૌ સાથે મળીને કોરોના virus વિરુદ્ધ જે અભિયાન છેડાયું છે તેમાં સાથ આપે.
First published: March 23, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading