રાજકોટ : વેપારી પર ખંજવાળનો પાવડર નાંખીને રૂ.11.99 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: September 6, 2019, 9:46 AM IST
રાજકોટ : વેપારી પર ખંજવાળનો પાવડર નાંખીને રૂ.11.99 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ
લૂંટનાં સીસીટીવીમાંથી લીધેલી તસવીર

વેપારીએ 11.99 લાખ રૂપિયા ભરેલો થેલો પોતાનાં ટુ વ્હિલર પર મુક્યો હતો. તે દરમિયાન પાછળથી બે આરોપીઓએ આવીને વેપારીની પીઢ પર ખંજવાળનો પાવડર નાંખ્યો

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટ : શહેરનાં માલવીયા પોલીસ સ્ટેશન પાસે આજે ગઇકાલે સાંજે 7.10 કલાકની આસપાસ આંગડીયા પેઢીમાં પૈસા લેવા આવેલા મહેશ સવાણી નામનો વેપારી લૂંટાયો છે. વેપારી પાસે થેલામાં 11.99 લાખ રૂપિયા હતાં. જેને બે ગઠિયાઓએ ખંજવાળવાળો પાવડર નાંખીને પૈસા ભરેલો થેલો લૂંટીને ફરાર થયા છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં માલવીયા પોલીસ સ્ટેશન પાસે વેપારી મહેશ સવાણી આંગડીયા પેઢીમાં રુપિયા લેવા માટે આવ્યાં હતાં. તેમણે 11.99 લાખ રૂપિયા ભરેલો થેલો પોતાનાં ટુ વ્હિલર પર મુક્યો હતો. તે દરમિયાન પાછળથી બે આરોપીઓએ આવીને વેપારીની પીઢ પર ખંજવાળનો પાવડર નાંખ્યો અને વેપારી સાથે તેઓ વાતો કરવા લાગ્યા હતાં. આ દરમિયાન જ તેમણે વેપારીનાં હાથમાંથી પૈસા ભરેલો થેલો આંચકીને ફરાર થઇ ગયા હતાં.

આ પણ વાંચો : ત્રણ સંતાનોને રહેંસી નાખનાર કૉન્સ્ટેબલે રિમાન્ડમાં કહ્યું,'મારા પર મેલી વિદ્યા થઈ છે'

આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.


આ ઘટનાની જાણ થતા રાજકોટ શહેરનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ મળેવીને તેઓએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 6, 2019, 7:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading