Home /News /kutchh-saurastra /રાજકોટ: પત્ની સાથેના ઝઘડામાં તબીબે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

રાજકોટ: પત્ની સાથેના ઝઘડામાં તબીબે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

ડોક્ટર ભગવાનનું રૂપ માનવામાં આવે છે, ડોક્ટર એટલે મરતા માણસનો જીવ બચાવી તેને નવી જિંદગી આપવાનું કામ કરે છે. કોઈ પણ શારીરિક સમસ્યા હોય તો ડોક્ટર તેની દવા કરી દુખ-દર્દ દુર કરતા હોય છે. પરંતુ છેલ્લા બે મહિનામાં રાજ્યમાં ડોક્ટર દ્વારા આપઘાતની ઘટનાઓ વધી રહી છે. જે ડોક્ટર ગમે તેવી શારિરિક સમસ્યાથી પીડાતા લોકોના જીવ બચાવવાનું કામ કરે છે, તેવા ડોક્ટર માનસિક સમસ્યાના કારણે આપઘાત કરી લે તેવી ઘટનાઓ સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ, આજે રાજ્યમાં વધુ એક ડોક્ટરે આપઘાત કરી લીધાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે રાજકોટના એક ડોક્ટરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

વિગતે ઘટના જોઈએ તો, રાજકોટની બી.ટી. સવાણી હોસ્પિટલના વિપુલ મોહન પારિયા નામના તબીબે આજે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પુરા વિસ્તારામાં ચકચાર મચી ગઈ છે. આ મુદ્દે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ તબીબે પત્ની સાથેના ઝગડાથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ ડોક્ટર વિપુલ મોહન પારિયાએ એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ કોઈ અગમ્ય કારણોસર પતી-પત્ની વચ્ચેના ઝગડામાં તબીબે આપઘાત કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાજ્યમાં છેલ્લા બે મહિનામાં તબીબ દ્વારા આપઘાત કરી લેવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં, પાટણની દારપુર મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીથોડા સમય પહેલા આપઘાત કરી લીધો હતો. આજ રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા ડોક્ટરે સિવિલની પીજી હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમજ સુરતમાં પણ નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી.
First published:

Tags: આત્મહત્યા, ડોક્ટર, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन