રાજકોટ: પ્રેમ સંબંધની અદાવતમાં ભાઇએ કરી ભાઇની હત્યા

News18 Gujarati
Updated: October 10, 2018, 2:52 PM IST
રાજકોટ: પ્રેમ સંબંધની અદાવતમાં ભાઇએ કરી ભાઇની હત્યા
મૃતદેહની ઓળખ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

મૃતદેહની ઓળખ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

  • Share this:
રાજ્યમાં હત્યાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને હત્યાને અંજામ આપી દે છે. આવી જ કંઈક ઘટના રાજકોટમાં બની છે. કે જ્યાં ભાઈએ જ કરી ભાઈની હત્યા..

રાજકોટમાં ભાઇએ ભાઇની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. આ હત્યા એક અઠવાડિયા પૂર્વે કરવામાં આવી હતી, પરંતુ મૃતદેહની ઓળખ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે હત્યારા ભાઇની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ભાઇએ ભાઇની હત્યા કરી છે. નાનો ભાઇ ભાભી સાથે પ્રેમ સંબધ ધરાવતો હતો તેની જાણ તેમના મોટાભાઇને હતી નહીં, પરંતુ લાંબા સય પછી ભાભી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઇ હતી. જેના કારણે ભાઇએ જ ભાઇની હત્યા કરી નાખી હતી.

ઉલ્લેખનીય છે કે આ હત્યા એક અઠવાડિયા પૂર્વે કરવામાં આવી હતી. ગઇકાલે પોલીસને કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમ્રગ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને મૃતદેહને ઓળખવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આજે આ ઓળખ સામે આવતા સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. પોલીસે હત્યારા ભાઇ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published: October 10, 2018, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading