કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો રંગ ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો રંગ ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું
યુવતીની તસવીર

ભાભીએ આપઘાત કરી લીધાની જાણ સૌપ્રથમ તેમના નણંદને થઈ હતી. ભાભીની લાશ લટકતી જોઈ નણંદે દેકારો મચાવી દેતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot) ચાર દિવસ પહેલાં જ પરણેલી માનસી સરવૈયા નામની પરિણીતાએ ગળાફાંસો (woman suicide) ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાથોની મહેંદી સુકાય તે પૂર્વે જ નવોઢા એ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ ઉપર આવેલા ઓમ નગર શેરી નંબર 2 માં રહેતી માનસી બેન ભાવિન ભાઈ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.ભાભીએ આપઘાત કરી લીધાની જાણ સૌપ્રથમ તેમના નણંદને થઈ હતી. ભાભીની લાશ લટકતી જોઈ નણંદે દેકારો મચાવી દેતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. એકઠા થઇ ગયેલા પરિવારજનોએ તાત્કાલિક અસરથી માનસીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલ ફરજ પર હાજર રહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

જેના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીથી બનાવ અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. તાલુકા પોલીસને જાણ થતા જ પીએસઆઇ મોરવાડિયા સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક માનસીના માતા-પિતા રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા અમરનગર માં રહે છે. લગ્ન બાદ તે પોતાના પતિ સાસુ-સસરા સાથે તેમજ નણંદ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.સવારે પિતા સાથે ગોંડલ રોડ ઉપર સૂર્યકાંત હોટલ પાસે રહેતા સંબંધીને ત્યાં ખબર કાઢવા પણ આવી હતી. જોકે ત્યાંથી નીકળ્યા બાદ ઓમ નગર પોતાના ઘરે ગયા બાદ તેને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ત્યારે કયા કારણોસર નવોઢાએ આત્મહત્યા કરવાની ફરજ પડી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ચાર દિવસ પહેલા લગ્ન કરેલી યુવતીએ શા માટે આત્મહત્યા કરવાની ફરજ પડી તે અંગે હાલ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
Published by:ankit patel
First published:April 30, 2021, 15:53 pm

ટૉપ ન્યૂઝ