રાજકોટઃ બોગસ તબીબ ડો. શ્યામે માર માર્યા બાદ ગાયબ થયેલો યુવક મળી આવ્યો

આરોગ્ય વિભાગ તરફથી ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા, સરકારી દવાનો જથ્થો રાખવા મામલે શ્યામ રાજાણી અને તેના પિતા હેમંત રાજાણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

News18 Gujarati
Updated: January 10, 2019, 8:12 AM IST
રાજકોટઃ બોગસ તબીબ ડો. શ્યામે માર માર્યા બાદ ગાયબ થયેલો યુવક મળી આવ્યો
ગુમ થયેલો યુવક મયુર મોરી
News18 Gujarati
Updated: January 10, 2019, 8:12 AM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ રાજકોટમાં લાઇફ કેર નામની હોસ્પિટલ ચલાવતા બોગસ તબીબ ડો. શ્યામ રાજાણીના માર માર્યા બાદ ગાયબ થઈ ગયેલો પ્રાસલી ગામનો યુવક મયુર મોરી મળી આવ્યો છે. પોલીસે મોબાઇલ લોકેશનના આધારે યુવકને શોધી કાઢ્યાની માહિતી મળી છે. હાલ પોલીસે તેની અજ્ઞાત સ્થળે પૂછપરછ કરી રહી છે. લાઇફ કેરના ડો. શ્યામ રાજાણીએ એક કારમાં યુવકને ગોંધી રાખીને માર માર્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. ડોક્ટરના માર બાદ યુવક ગુમ થઈ ગયો હતો. બીજી તરફ ડો. શ્યામ રાજાણી સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ડો. શ્યામ રાજાણી સામે વધુ એક ફરિયાદ દાખલ

યુવકને માર મારવાના વીડિયોની તપાસ કરતી પોલીસે ડો. શ્યામની તબીબની ડીગ્રી અંગે તપાસ કરી હતી. જે બાદમાં માલુમ પડ્યું હતું કે તબીબ પાસે ડોક્ટરની કોઈ જ ડીગ્રી નથી. આ મામલે તંત્ર તરફથી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું હતું. બીજી તરફ આ કેસની તપાસ દરમિયાન મંગળવારે લાઇફ કેર હોસ્પિટલમાંથી સરકારી દવાનો જથ્થો મળી ગયો હતો. બુધવારે સિવિલ હોસ્પિટલે આ જથ્થો સરકારી દવાનો જ હોવાની પુષ્ટિ કરી હતી જે બાદમાં ડો. રાજાણ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  રાજકોટની 'લાઇફ કેર'નાં ડોક્ટરની ડિગ્રી બોગસ, 'થ્રી ઇડિયટ' જેવી ટ્રીક વાપરી

જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી આ મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ તરફથી ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા, સરકારી દવાનો જથ્થો રાખવા મામલે શ્યામ રાજાણી અને તેના પિતા હેમંત રાજાણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજાણીનો કેસ સામે આવ્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સફાળું જાગ્યું છે. હવે તંત્ર તરફથી શહેરમાં આવેલી 600 જેટલી હોસ્પિટલનોના રજિસ્ટ્રેશન સહિતની માહિતીની તપાસ કરવામાં આવશે. હોસ્પિટલને તંત્રની મંજૂરી છે કે નહીં, તેમજ લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યું છે કે નહીં સહિતની વિગતો ચકાસવામાં આવશે.

ડોક્ટર શ્યામ રાજાણી

Loading...

આ પણ વાંચોઃ રાજકોટના ડોક્ટરનું 'ઓપરેશન' : પત્નીની ઓડિયો ક્લિપ આવી સામે

યુવકનો વીડિયો થયો હતો વાયરલ

પ્રાસલી ગામનો યુવક ગુમ થવા એક એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ જ ડો. શ્યામ રાજાણીનો ભાંડો ફૂટ્યો હતો. આ વીડિયોમાં હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી એક કારમાં ગુમ થયેલા યુવકને કેદ કરીને માર મારી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી. યુવકને એક XUV કારમાં કેદ કરીને તેને માર મારવામાં આવ્યો હતો. ડોક્ટર યુવકને માર મારી રહ્યા હતા ત્યારે તેને સહકર્મીએ આ અંગેનો વીડિયો ઉતાર્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટના ડોક્ટરની 'લીલા': પૂર્વ પત્નીએ પતિના 'કારનામા' અંગે આપ્યું સ્ફોટક નિવેદન
વાયરલ થયેલા વીડિયોમાં શું હતું?

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગુમ થયેલા યુવકને એક XUV કારમાં કેદ કરીને રાખવામાં આવ્યો છે. કારમાં યુવક સિવાય ત્રણ લોકો સવાર છે. જેમાં બે લોકોએ યુવકને પાછળની સીટમાં વચ્ચે બેસાડી રાખ્યો છે. આગળની સીટમાં બેસી રહેલો યુવક મારપીટનો વીડિયો ઉતારી રહ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ યુવકે ડોક્ટરના અફેરનું 'પેપર' ફોડી નાખતા થયા છૂટાછેડા?
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...