રાજકોટ : ઝોમાટોની બેગમાં દારૂની હેરાફેરી કરતા એકની ધરપકડ

News18 Gujarati
Updated: November 20, 2019, 3:55 PM IST
રાજકોટ : ઝોમાટોની બેગમાં દારૂની હેરાફેરી કરતા એકની ધરપકડ
યુવક દારૂની હૉમ ડિલિવરી કરતા પકડાયો.

પોલીસે તપાસ કરતા ઝોમાટો બેગમાંથી છ બોટલ વિદેશ દારૂ મળી આવ્યો હતો.

  • Share this:
હરિન માત્રાવડિયા, રાજકોટ : રાજકોટમાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો નવી જ કારીગરી કરી રહ્યા છે. આવી જ કારીગરી કરીને દારૂની ડિલિવરી કરવા જતાં એક વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. આ વ્યક્તિ Zomatoની બેગમાં
દારૂની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો.

ફૂડ ડિલિવરીની આડમાં દારૂની હૉમ ડિલિવરી : ફૂડની હૉમ ડિલિવરી કરતી Zomato, Swiggy જેવી કંપનીઓએ મોટા શહેરોમાં પોતાની સેવા શરૂ કરી છે. બીજી તરફ દારૂ કે નશીલા પદાર્શોની હેરાફેરી કરતા લોકો આવી કંપનીઓના કપડાં અને બેગનો ઉપયોગ કરીને આવા પદાર્થોની હેરાફેરી કરી રહ્યાનો બનાવો રાજ્યમાં પ્રકાશમાં આવતા રહે છે. ગત અઠવાડિયે અમદાવાદમાં પણ ફૂડ ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. હવે રાજકોટમાં જ આવું કૌભાંડ સામે આવ્યું છે.


 

રાજકોટમાં પોલીસે એક બુટલેગરને ઝોમાટોની ડિલિવરી બેગમાં દારૂની હેરાફેરી કરતા પકડી પાડ્યો છે. પોલીસે તપાસ કરતા ઝોમાટો બેગમાંથી છ બોટલ વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગોપાલ ચોક નજીક અક્ષર સ્કૂલ પાસેથી દારૂ લઈને પસાર થઈ રહેલા મિલન ગરેજા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
Loading...

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો મિલન ગરેજા સાત વર્ષ પહેલા પોરબંદરમાં દારૂનાં ગુનામાં પકડાઈ ચુક્યો છે. આ વખતે તે ઝોમાટોના ડિલિવરી બોયની આડમાં દારૂની હેરાફેરી કરતો પકડાયો છે.

 
First published: November 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...