Rajkot Gold Crime: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં (Rajkot Crime Branch) મેન્યુફેક્ચરર તેજસ ઉર્ફે બોબી વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં ગણતરીની જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ એમ ઝાલા અને તેની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં (Rajkot City) દિવાળીના તહેવાર (Diwali 2021) સમયે જ સોનાના દાગીના બનાવનાર મેન્યુફેક્ચર (Gold Manufacturer) આઠથી વધુ સોની વેપારીઓનું કરોડો રૂપિયાનું સોનું પરત આવી ગયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં (Rajkot Crime Branch) મેન્યુફેક્ચરર તેજસ ઉર્ફે બોબી વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં ગણતરીની જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ એમ ઝાલા અને તેની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના આઠથી વધુ સોની વેપારીઓ માટે દિવાળી ટાણે જ હોળીનો ઘાટ સર્જાયો હોય તે પ્રમાણે તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી ની ઘટના બની છે. કેવડાવાડી માં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા એવા તેજસ ઉર્ફે બોબી રાણપરાએ જુદા જુદા વેપારીઓનું 10 કિલો જેટલું સોનું ઓળવી લીધું છે. જેની બજારકિંમત હાલ 4.70 કરોડ જેટલી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી છે કે, તેને નાણાંની જરૂરિયાત હોવાથી તેણે ઉછીના રૂપિયા લીધા હતા. બાદમાં નાણાં તથા વ્યાજ ચૂકવવા માટે તેને સોનું પણ ઉપયોગમાં લઇ લીધું હતું. ત્યારે તેને કોની પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા. અત્યાર સુધીમાં કેટલું વ્યાજ તેને ચૂકવી દીધું છે તે તમામ બાબતો અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી તેજસ ઉર્ફે બોબીએ મકાન કાર ઉપરાંત અન્ય નાની નાની ઘણી વસ્તુઓ માટે તેણે મોટી લોન લીધી હતી. દર મહિને તે હપ્તા પેટે લાખો રૂપિયા ચૂકવતો હતો.
પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ વર્ષ 2013-2014માં અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં બે કિલો સોનાની છેતરપિંડીનો ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાગીના ઉત્પાદક દ્વારા સંખ્યાબંધ વેપારીઓ સાથે નિયમિત વ્યાપાર કરવામાં આવતો હતો. જેથી છેતરપિંડી નો આંક હજુ પણ વધી શકે તેમ છે. હજુ માત્ર આઠ જેટલાં જ સોની વેપારીઓએ પોલીસનો સંપર્ક સાધ્યો છે. સૂત્રોનું માનીએ તો છેતરપિંડીનો ભોગ બનેલા સોની વેપારીઓનો આંક 30ને પાર પહોંચે તેવું જણાઈ રહ્યું છે. ત્યારે જેમ સોની વેપારીઓ નો આંક દિન-પ્રતિદિન વધતો જશે તેમ તેમ છેતરપીંડીનો આંક પણ કરોડોમાં વધતો રહેશે.