Home /News /kutchh-saurastra /

રાજકોટ : BJPના વોર્ડ પ્રભારી અને યુવકે ઇન્જેક્શનના નામે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ, દર્દીના સગાઓએ નોંધાવી ફરિયાદ

રાજકોટ : BJPના વોર્ડ પ્રભારી અને યુવકે ઇન્જેક્શનના નામે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ, દર્દીના સગાઓએ નોંધાવી ફરિયાદ

ડાબેથી તસવીરમાં પ્રથમ ભાજપના વોર્ડ પ્રભારી અને યુવક મયૂરની ફાઇલ તસવીર

ભાજપના આગેવાન અને ડોક્ટર તરીકેની ઓળખ આપનાર સંજયગીરી ગોસ્વામી તેમજ મયુર હસમુખભાઈ ગોસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલ રાજકોટ સહિત (Rajkot) સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામેનો જંગ લડી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દાખલ કોરોના દર્દીના સંબંધી પાસેથી ઇન્જેક્શનના નામે નાણાં પડાવવાના ખેલ માં ભાજપ આગેવાન સહિત બે શખ્સો સામે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આઈપીસીની કલમ 406, 420, 170 120b મુજબ ભાજપના આગેવાન અને ડોક્ટર તરીકેની ઓળખ આપનાર સંજયગીરી ગોસ્વામી તેમજ મયુર હસમુખભાઈ ગોસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપી મયૂર હસમુખભાઈ ગોસાઈની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે ભાજપી નેતા સંજય ગોસ્વામીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

શું હતો સમગ્ર બનાવ 

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા પ્રથમ સિવિલ હોસ્પિટલ ફૂલ થઇ જવા પામી હતી.  ત્યાર બાદ ખાનગી હોસ્પિટલ પણ હાલ ફુલ થઇ જવા પામી છે. સિવિલ હોસ્પિટલ ફુલ થયા બાદ અન્ય વોર્ડમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે.

એક તરફ થી કોરોના સંક્રમિત દર્દીઓના મોત નીપજતાં સિવિલ હોસ્પિટલ ની બહાર મૃતક ના પરિવારજનો આક્રંદ વ્યક્ત કરતા હોય છે. બીજી તરફ કોરોના મહામારી ના સમયે પણ કેટલાક લેભાગુ તત્વો મેદાને ઉતર્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

8 એપ્રિલ થી 12 એપ્રિલના સમય દરમ્યાન જેન્તીભાઈ ત્રિભુવનભાઈ સિસાંગીયાની ભાણેજ ઉર્મિલાબેન કોરોના સંક્રમિત થઈ હતી. જેથી તેની સારવાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ સમયે મયુર હસમુખભાઈ ગોસાઈ નામના વ્યક્તિએ ફોન કરી કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલીક અસરથી ટોસિલીઝૂમેબ નામનું ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી હતી.

સંજયગીરી તાજેતરમાં જ યોજાયેલી મનપાની ચૂંટણીમાં વોર્ડ પ્રભારી હતા.


જ્યારે કે ફોન ઉપર ડોક્ટર તરીકે સંજય બચુભાઈ ગોસ્વામીએ પોતાની ઓળખ આપી દર્દીને તાત્કાલિક ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી હતી. ઇન્જેક્શન ની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જેથી કોરોના પોઝિટિવ દર્દીના સગા જેન્તીભાઈ એ ઇન્જેક્શન બાબતે તપાસ કરી હતી પરંતુ ઇન્જેક્શન નહીં મળતા તેમણે મયુર ગોસાઈ ને ફોન કરી ઇન્જેક્શન નહીં મળેલ તેવી વાત કહી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 7,410 નવા કેસ, 73 મોત, અમદાવાદમાં-સુરતમાં સંક્રમણ બેકાબૂ

ત્યારબાદ મયુર ગોસાઈએ ફરિયાદીને જણાવ્યું હતું કે ઇન્જેક્શન ડોક્ટર બહારથી મંગાવી દર્દીને આપી દેશે તો ચાલશે ? ત્યારે જેન્તીભાઈ વિશ્વાસમાં આવી જતા તેમણે હા પાડી હતી. ત્યારબાદ મયુર ગોસાઈ અને સંજય ગોસ્વામી દર્દી ઊર્મિલા બેન ને ઇન્જેક્શન આપી દીધેલ છે જૈન જેક્શનના 45000 તથા અનુકૂળતાએ બીજી રકમ આપવાનું જેન્તીભાઈને જણાવ્યું હતું.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપી મયૂર હસમુખભાઈ ગોસાઈ ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ કોરોના સંક્રમિત દર્દીઓના સગા વ્હાલાઓ સાથે આવા કોઈ બીજા ગુના આચરેલ છે કે કેમ તે બાબતની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : વલસાડ : પોલીસે પીછો કરીને દારૂ ભરેલો ટ્રક પકડ્યો, કોસ્ટલ હાઇવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયા

તાજેતરમાં જ રાજકોટ મનપાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંજયગીરી ગોસ્વામી ને વોર્ડ નંબર 15ના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. સંજયગીરી ગોસ્વામી દ્વારા વોર્ડ નંબર 15 માં ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા બદલ જોરશોરથી ચૂંટણીપ્રચાર પણ કરવામાં આવ્યો હતો.

આમ, એક તરફ થી સિવિલ હોસ્પિટમાં રોજ બે આંક માં કોરોના સંક્રમિત દર્દીઓના મોત નીપજી રહ્યા છે. બીજી તરફ ભાજપના નેતાએ કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારજનોને ઠગવા નો ધંધો શરૂ કર્યો છે.
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus, Rajkot BJP Ward Incharge, RTajkot injection cheating case, Tolicizumanb Cheating, ઠગાઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन