Home /News /kutchh-saurastra /

હાર્દિક મામલે પાટીદાર મહિલાનો BJP ધારાસભ્યો સાથેની વાતચીતનો ઓડિયો આવ્યો સામે

હાર્દિક મામલે પાટીદાર મહિલાનો BJP ધારાસભ્યો સાથેની વાતચીતનો ઓડિયો આવ્યો સામે

અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ

"હાર્દિકને મળવા જાવ છું. કાલે મારા પતિ ગયા હતા. તેમને દંડા માર્યા. તમે એ લોકોને કંઈ કહો નહીં?"

    હરિન માત્રાવાડિયા, રાજકોટ

    રાજકોટઃ અનામત માટે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં અનેક લોકો આવી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત રાજ્યમાં ઠેરઠેર હાર્દિકના સમર્થનમાં વિવિધ કાર્યક્રમાં યોજવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટના ધારાસભ્યોના પાટીદાર મહિલા સાથેના ઓડિયો પણ સામે આવ્યા છે. જેમાં મહિલા હાર્દિકને મળવા જવા દેવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરી રહી છે. જ્યારે બીજેપીના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી આ અંગે વાતચીત કરવાનું ટાળી રહ્યાનું સાંભળવા મળે છે.

    અરવિંદ રૈયાણી સાથે પાટીદાર મહિલાની વાતચીત

    મહિલાઃ હાર્દિકનું આંદોલન ચાલે છે એમાં અમે લોકો આવ્યા હતા તો દંડા મારવામાં આવ્યા.

    અરવિંદભાઈઃ બેન તમે લોકો ક્યાં આવ્યા હોય એ કેમ ખબર પડે. હું અલ્પાપાર્કમાં રહું છું. તમે આવજો. તમારા ભાભી ઘરે હશે. આપણે બેસીને ચર્ચા કરીશું. આવજો બહેન...

    મહિલાઃ આવજો નહીં વાત તો સાંભળો.

    ગોવિંદ પટેલ સાથે પાટીદાર મહિલાની વાતચીત

    મહિલાઃ હાર્દિકને મળવા જાવ છું. કાલે મારા પતિ ગયા હતા. તેમને દંડા માર્યા. તમે એ લોકોને કંઈ કહો નહીં?

    ગોવિંદભાઈઃ બે-ત્રણ લોકો જાવ તો કોઈ કંઈ ન કરે.

    મહિલાઃ ભાઈ, હું મારો બાબો અને મારા પતિ જ હતા.

    ગોવિંદભાઈઃ એ સમયે કંઈક માથાકૂટ થઈ હશે એટલે રોક્યા હશે. મળવાની ના ન કહે. આજે લોકો જઈ જ રહ્યા છે.

    મહિલાઃ તમે લોકો કંઈક તો કહે, તમારે વોટની જરૂર હતી ત્યારે અમે તમને આપ્યા હતા.

    ગોવિંદાભઈઃ વોટની વાત છોડો બેન. તમે ક્યાં રહો છો, કોણ બોલો છો એ મને ખબર નથી. વોટની વાત ફોન પર ન થાય.

    મહિલા: ફોન પર ચર્ચા કેમ ન થાય?

    ગોવિંદભાઈઃ ફોન પર કોઈ ચર્ચા ન થાય.

    ગોંડલના દેરડી ગામે હાર્દિકના સમર્થનમાં રામધૂન

    રાજકોટ જિલ્લાના ગોંડલના દેરડી ગામે હાર્દિક પટેલના સમર્થનમાં ખેડૂતોએ રામધૂનનું આયોજન કર્યું છે. હાર્દિકના 11 દિવસના ઉપવાસ પૂરા થતાં આજે 11 ખેડૂતોએ મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો હતો. મૂંડનની સાથે સાથે ખેડૂતોએ જય સરદારના નારા લગાવ્યા હતા. સાથે જ ખેડૂતોએ દેવા માફી તેમજ 2016-2017ના કપાસના વીમાના પણ માંગણી કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hardik Patel Fast, હાર્દિક પટેલ

    આગામી સમાચાર